Gujarat/ અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો સિલસિલો બરકરાર

શહેરના ગોમતીપુર વિસ્તારમાં તલવાર વડે કેક કાપવા ની ઘટના

Ahmedabad Gujarat

વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ શહેરમાં વધુ એક તલવારથી કેક કાપવાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં તલવાર વડે કેક કાપવા ની ઘટના બનવા પામી છે. જેમાં તલવાર વડે કેક કાપીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ કરણ નામના યુવક દ્વારા તલવાર વડે કેક કાપીને વિડિયોસોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે યુવક દ્વારા કલેક્ટરના પેનડેમિક ના તમામ નિયમો અને કમિશનરના જાહેરનામાનો કરાયો ભંગ કરતા પોલીસે  વાયરલ વિડીયો ના આધારે સ્થાનિક પોલીસે શરૂ કરી તપાસ હાથ ધરી છે.