હાથી જીવતો હોય ત્યારે લાખનો અને મરે ત્યારે સવા લાખનો… આમ તો આ કહાવત પ્રાણીઓની ઉપયોગિતાના સંદર્ભમાં લાગુ પડે છે, પરંતુ માનવ તરીકે જન્મ લઇ અને આ કહાવતને સાકાર કરીને બતાવી છે, આયેશા આત્મહત્યા કેસ એ,ગુજરાતના અમદાવાદની આયશા એ થોડા દિવસ પહેલા પોતાના પતિ સાથે વિવાદ બાદ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આયેશાની દહેજ સબબ થયેલી આત્મહત્યના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે.આયેશા આત્મહત્યા કેસ બાદ મુસ્લિમ સમાજમાં દહેજ વિરુદ્ધ અવાજ મજબૂત થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમાજની સંસ્થાએ દહેજ પ્રભાને ખતમ કરવાની અપીલ કરી છે. આ કુપ્રથાને ખતમ કરવા માટે જુમાના દિવસે આગરાની મસ્જિદોમાંથી દહેજ ન લેવાની અપીલ કરવામાં આવી છે.પાછલા શુક્રવારે આગરાના મંટોલા સ્થિત કૈંથવાળી મસ્જિદમાં જુમાની નમાઝ બાદ દહેજને ખતમ કરવાની પહેલ શરૂ થઈ. તો યૂપીના અમરોહા જિલ્લાની એક સંસ્થા જમીયત ઉલમા હિંદ દહેજ કુપ્રથાને ખતમ કરવા માટે આગળ આવી છે. આ સંસ્થાના મૌલાાઓને દહેજ લઈને વિવાદવાળા લગ્નમાં નિકાહ ન પઢવાની અપીલ કરી છે. આ સંસ્થા જલદી ગામ અને શહેરોમાં ન માત્ર મુસ્લિમ સમાજ પરંતુ સમાજના અન્ય વર્ગના લોકોને પણ જોડીને દહેજ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Vaccination / રાજકોટમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખલાસ, તંત્રમાં દોડધામ
આ સંસ્થાના સંરક્ષક મુફ્તી અફ્ફાન મંસૂરપુરીનું કહેવુ છે કે દહેજ વિરોધી મુહિમની શરૂઆત પાછલા રવિવારથી શરૂ કરવામાં આવી છે. જમીયતના રાષ્ટ્રીય અધ્યક્ષ કારી મોહમ્મદ ઉસ્માન સાથે ચર્ચા બાદ મસ્જિદોમાં નમાઝ બાદ દહેજની લેતીદેતી પર ચર્ચા કરવામાં આવી રહી છે. શરીયતનો હવાલો આપીને તે લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે દહેજ ઇસ્લામમાં યોગ્ય નથી. મુફ્તીએ મૌલાનાઓને અપીલ કરતા કહ્યુ કે, એવા ઘરમાં લગ્ન ન કરાવવા જોઈએ, જ્યાં દહેજની માંગ થાય છે. તેમણે જણાવ્યું કે, જમીયતે બધા મૌલાનાઓને અપીલ કરી છે કે જે લગ્નમાં દહેજની લેતીદેતીને લઈને વિવાદ સામે આવ્યા કે તેને સંબંધિત ફરિયાદ હોય તો તે ત્યાં નિકાહ ન પઢાવે.
Vaccination / મોરારીબાપુએ સાવરકુંડલામાં મુકાવી કોરોનાની રસી, ગેરસમજ દૂર કરી અને વધુ લોકોને લાભ લેવા સંદેશ
પાછલા શુક્રવારે આગરાના શહેર કાઝી મોહમ્મદ અહમદ અલીએ કહ્યુ, શરીયતમાં દહેજની માંગણી કરવી ગુનો છે. તેથી દહેજને કબૂલ ન કરો. તો ઉમલા બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ મુફ્તી મુદસ્સિરનું કહેવુ છે કે પોતાની પુત્રીઓને દહેજની જગ્યાએ મિરાસ આપો. મહત્વનું છે કે હાલમાં અમદાવાદ સ્થિત સાબરમતી નદીમાં આયશા નામની એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આયશાના લગ્ન 2018મા રાજસ્થાનના આરીફ સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને સતત દહેજ માટે હેરાન કરવામાં આવી રહી હતી. આયશાના મોત બાદ દેશભરમાં મુસ્લિમ સમાજના લોકો દહેજ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે.
CM / મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને બતકનું શંકાસ્પદ મોત: બર્ડ ફ્લૂની આશંકા,ભોપાલ સેમ્પલ મોકલાયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
