Vaccination/ મોરારીબાપુએ સાવરકુંડલામાં મુકાવી કોરોનાની રસી, ગેરસમજ દૂર કરી અને વધુ લોકોને લાભ લેવા સંદેશ

સમગ્ર દેશની સાથે રાજ્યમાં બીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે, આજે સતત ચોથા દિવસે બહોળા પ્રમાણમાં લોકોએ તેનો લાભ લીધો હતો. રાજ્યના સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં પ્રખ્યાત સંત અને કથાકાર મોરારીબાપુએ

Gujarat

જેમની રામકથાઓ સાંભળી અને કેટલા જીવોના ઉદ્ધાર થયા હશે તેવા કથાકાર મોરારિબાપુએ પણ આજે રસી મુકાવી અને સામાન્ય જનતાને સંદેશ પાઠવ્યો હતો.સમગ્ર દેશની સાથે રાજ્યમાં બીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે, આજે સતત ચોથા દિવસે બહોળા પ્રમાણમાં લોકોએ તેનો લાભ લીધો હતો. રાજ્યના સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં પ્રખ્યાત સંત અને કથાકાર મોરારીબાપુએ કોરોનાની રસી લીધી હતી.રસી લીધા બાદ મોરારીબાપુએ નિવેદન આપ્યું હતું કે રસીકરણ વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે વધુમાં વધુ સંખ્યામાં લોકો રસી લે તેવી ઈચ્છા તેઓએ વ્યક્ત કરી હતી.

CM / મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને બતકનું શંકાસ્પદ મોત: બર્ડ ફ્લૂની આશંકા,ભોપાલ સેમ્પલ મોકલાયા

રાજ્યમાં પૂર્ણ 500થી વધુ કેસનો સતત ચોથા દિવસે ચાલુ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં વધુ પણ 555 નવા દર્દીઓ નોંધવામાં આવ્યા છે જ્યારે એકનું મોત નોંધવામાં આવ્યું છે.રાજ્યમાં કોરોના ના કુલ કેસ નો આંકડો 2,73,941 છે જ્યારે કુલ મરણાંક 4,476 છે.માર્ચના પ્રથમ આઠ દિવસમાં જ રાજ્યના કોરોના ના 4,052 કેસ નોંધવામાં આવ્યા છે

Political / ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રમ રાવતનું રાજીનામું , ધન સિંહના નામ પર બહુમતી,10 મા મુખ્યમંત્રી બનવાની શક્યતા

એ બાબત ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ, તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના ધર્મપત્ની, કેન્દ્રીય મંત્રી કુવરજીભાઈ બાવળિયા સહિત અનેક દિગ્ગજોએ રસી મુકાવી છે અને સામાન્ય જનતાને રસી લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.જ્યારે બીજી તરફ સરકારે રસીકરણ અભિયાન પણ મોટા પાયા પર શરૂ કર્યું છે જેનો લાભ લેવા માટે વધુ એક પ્રસિદ્ધ વ્યક્તિ એ જાહેર જનતાને અપીલ કરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…