Gujarat Weather/ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી,  હીટવેવથી બચવા બપોરે ઘરની બહાર ન નીકળો

ગુજરાતમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જોવા મળ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Heat will not stop chasing Gujaratis

Gujarat Weather: ગુજરાતમાં કાળજાળ ગરમી(Heat) નો પ્રકોપ યથાવત્ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જોવા મળ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી અને રાજકોટમાં 43.5 ડિગ્રી નોંધાયું છે. કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે. આમ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે રહ્યુ છે અને મે મહિનામાં તાપમાન તેટલું જ ઉપર રહે તેવી સંભાવના છે.

ભીષણ ગરમી(Heat)ની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભીષણ ગરમીની આગાહી છે. અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે. તેથી હવામાન વિભાગે બપોરે 12થી ચાર વાગ્યાની વચ્ચે બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગરમી સાથે દરિયાકાંઠે બફારો રહેવાની પણ આગાહી છે.

Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે
Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે

સામાન્ય ગરમી (Heat) નહીં અસહ્યનીય હીટવેવ

હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર, આગામી 5થી 7 દિવસ સુધી ગરમી (Heatwave) અને ભેજનું પ્રમાણ વધુ વધશે, જેના કારણે લોકોને માત્ર સામાન્ય ગરમી જ નહીં, પરંતુ વેટ હીટ (અસહ્ય ઉકળાટ)નો અનુભવ થશે.

Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે
Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે

અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી અને રાજકોટમાં 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ડીસામાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.8 ડિગ્રી જ્યારે વડોદરા અને ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ સુરતમાં તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હોવા છતાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોને અસહ્ય ગરમીનો (Heat wave) અનુભવ થયો હતો.

Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે
Heat ગુજરાતીઓનો પીછો નહીં છોડે, સાવધ રહેવું પડશે

ગરમી પીછો નહીં છોડે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અને હીટવેવ (Heat wave) જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.આગામી દિવસોમાં આંતરિક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40થી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ તે 45°C સુધી પણ પહોંચી શકે છે.


આ પણ વાંચો :આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીથી મળશે રાહત, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

આ પણ વાંચો :ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું ?

આ પણ વાંચો :ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર, પરંતુ શું વધશે ઉકળાટ,બફારો! હવામાન વિભાગની મહત્વની આગાહી