Birthday/ ક્રિમિનલ સાઇકોલોજીસ્ટ બનવા માંગતી હતી ગીતા બસરા, આ રીતે થઇ બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ જાણતું નાથી. આજે પણ તેની સુંદરતાના લાખો ચાહકો છે. તે લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી હતી, પરંતુ તેની ચમક હજી એવી જ છે. ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનારી ગીતા બસરા આજે તેનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. […]

Entertainment

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ જાણતું નાથી. આજે પણ તેની સુંદરતાના લાખો ચાહકો છે. તે લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી હતી, પરંતુ તેની ચમક હજી એવી જ છે. ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનારી ગીતા બસરા આજે તેનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 13 માર્ચ 1984 ના રોજ ઇંગ્લેંડના પોર્ટસ્માઉથમાં થયો હતો.

Geeta Basra Age, Husband, Children, Family, Biography & More » StarsUnfolded

ભલે ગીતા વિદેશમાં જન્મી છે, પરંતુ તેમનું હૃદય હંમેશા હિન્દુસ્તાની રહ્યું છે. તેથી જ તેને નાનપણથી જ બોલિવૂડની ફિલ્મો સાથે લગાવ છે. જોકે, શરૂઆતના દિવસોમાં તે હીરોઇન નહીં પણ ક્રિમિનલ સાઇકોલોજિસ્ટ બનવા માંગતી હતી. ગુનેગારોના મગજમાં આવી પ્રવૃત્તિઓને અંજામ આપતી વખતે શું ચાલી રહ્યું છે તે ગીતા જાણવા માંગતી હતી. તેમની માનસિક સ્થિતિ શું છે. ગીતાએ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ નસીબ કંઈક બીજું હતું.

11 Geeta Basra hot ideas | geeta basra, hot, actresses

શરૂઆતનાં દિવસોમાં ગીતા બસરા ક્રિમિનલ સાઇકોલોજિસ્ટ બનવાની ઇચ્છા રાખી હતી, પરંતુ તેનામાં એકટિંગના ગુણ બાળપણથી જ હતા. ત્યારે તેની સ્કૂલના શિક્ષણ દરમિયાન થિયેટરમાં જોડાઇ. ત્યાથી જ તેના અભિનયનો પાયો નાખ્યો હતો. બાદમાં તેણે તેમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

Geeta Basra Latest Hot Navel HD Wallpapers | HBLike

બોલિવૂડમાં સંઘર્ષ કર્યો
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી સહેલું નથી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ગીતા આ મામલે પોતાને ભાગ્યશાળી માને છે. આ પહેલા તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ઇન્ડસ્ટ્રીઝ સારા લોકો જોવા મળે છે. જેના કારણે તેમને કામ મેળવવામાં કોઈ તકલીફ નહોતી. તેણે ‘ધ ટ્રેન’, ‘મિસ્ટર જોબ’ અને ‘સેકન્ડ હેન્ડ હસબૈન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.