Not Set/ રાજકોટમાં કોરોનાનો રિપોર્ટ નેગેટીવ પણ કૌભાંડ પોઝીટીવ

રાજ્યમાં રોજે રોજ  કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજકોટમાં પૈસા આપીને કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ પોલીસે ૨ શખ્સોની ધરપકડ પણ કરી છે. રાજયમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતાં જોવા મળી રહ્યા છે. જેમાં લોકો પોઝીટીવ રિપોર્ટને નેગેટીવ આપે તે માટે પૈસાના […]

Top Stories Gujarat Rajkot

રાજ્યમાં રોજે રોજ  કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજકોટમાં પૈસા આપીને કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ પોલીસે ૨ શખ્સોની ધરપકડ પણ કરી છે.

રાજયમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતાં જોવા મળી રહ્યા છે. જેમાં લોકો પોઝીટીવ રિપોર્ટને નેગેટીવ આપે તે માટે પૈસાના જોરે રિપોર્ટ નેગેટીવ અપાતા હોવાની ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે નોધાવવા પામી છે.  મળતી માહિતી મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મહાદેવ કલેક્શનમાં નેગેટીવ રિપોર્ટ બનતા હોવાની માહિતી ડે. કમિશ્નરને મળતા ડે.કમિશ્નરે તપાસ હાથ ધરી હતી. પોલીસે ૨ શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા પરાગ જોષી નામનો શખ્સ રૂપિયા ૧૫૦૦ માં નેગેટીવ રિપોર્ટ અપાતો હતો. અને તે માત્ર વિદેશ જવા માંગતા લોકોને જ નિશાન બનાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ફાઈલ ફોટો

આ કેસમાં મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે ડે.કમિશ્નર બી.જી.પ્રજાપતિને બે દિવસમાં તપાસ પૂર્ણ કરાવી દેવાનું કહ્યું હતું તેમજ ડે. કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા સક્રિય થયા હતા. ડો.ચુનારાએ દલાલ પરાગ જોષીનો મોબાઇલ નંબર તેમજ પરાગ જોષી દ્વારા કાઢી આપેલો ભટ્ટ લેબોરેટરીનો રિપોર્ટ પણ કબજે કર્યો હતો. ત્યારે ડો.ચુનારા તમામ પુરાવા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ડો.ચુનારા પાસેથી તમામ પુરાવા એકઠા કરી FIR દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.