Not Set/ રાજકોટ ઝૂમાં નવા મહેમાન આ બનશે પ્રાણીઓ, વન્ય પ્રાણી વિનિમયને મંજૂરી

રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજકોટનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી

Gujarat Rajkot

રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજકોટનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન અને  ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર તથા  સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્‍ચે વન્યપ્રાણી વિનીમય કરવા  મંજૂરી મળેલ છે.

રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ નર “ગૌતમ” તથા રોયલ બેંગાલ સફેદ વાઘણ “ગોદાવરી” ને  ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવેલ છે, જેના બદલામાં સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણી ઉદ્યાનને ઘુડખર ૦૨ (નર-૦૧, માદા-૦૧), વરૂ માદા-૦૧ તથા ચૌશિંગા ૦૨ (નર-૦૧, માદા-૦૧) આ૫વામાં આવશે.

વન્‍યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ અંતર્ગત ઘુડખર શેડયુલ-૧ નું ખૂબજ મહત્‍વનું વન્યપ્રાણી છે અને તે હાલ ભારતભરમાં એક માત્ર કચ્‍છમાં આવેલ ઘુડખર અભ્‍યારણ્યમાં જોવા મળે છે. જયારે ચૌશિંગા ૫ણ શેડયુલ-૧ નું ખૂબજ મહત્‍વનું વન્યપ્રાણી છે અને તે ગીર અભ્‍યારણ્યમાં જોવા મળે છે.

રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘમાં સમયાંતરે ખૂબ સારી રીતે સફળતાપુર્વક બ્રીડીંગ થતા અગાઉ રાજકોટ ઝૂ દ્વારા કાંકરીયા ઝૂ, અમદાવાદ, છતબીર ઝૂ, પંજાબ તથા પુના ઝૂને સફેદ વાઘ આ૫વામાં આવ્યા હતા,હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૪ પ્રજાતિના કુલ ૪૪૧ વન્‍યપ્રાણી-૫ક્ષીઓ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…