Not Set/ આ સિંગરને થઇ 3 વર્ષની જેલ, અલી ઝફર પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ

થોડાક સમય પહેલા દેશ અને દુનિયામાં મી ટુ મૂવમેન્ટે જોર પક્ડયું હતું. ભારતમાં પણ તેના છાંટા ઉડ્યા હતા. જાણીતા પત્રકાર એમ.જે.અકબર, મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક જેવા જાણીતા લોકો પર પણ આક્ષેપો થયા હતા. જો કે પાકિસ્તાનમાં એક સિંગર મિશા શફી યૌન શોષણનો આરોપ લગાવીને મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. સિંગર મીશાએ ગાયક અલી ઝફર સામે યૌન […]

Top Stories World

થોડાક સમય પહેલા દેશ અને દુનિયામાં મી ટુ મૂવમેન્ટે જોર પક્ડયું હતું. ભારતમાં પણ તેના છાંટા ઉડ્યા હતા. જાણીતા પત્રકાર એમ.જે.અકબર, મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક જેવા જાણીતા લોકો પર પણ આક્ષેપો થયા હતા. જો કે પાકિસ્તાનમાં એક સિંગર મિશા શફી યૌન શોષણનો આરોપ લગાવીને મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે.

સિંગર મીશાએ ગાયક અલી ઝફર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. મીશાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના સહકર્મી અલી ઝફરે તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે યૌન શોષણ કર્યું હતું. અલી ઝફરે મીશા સામે માનહાનિનો કેસ કરી દીધો હતો. હવે પાકિસ્તાની કોર્ટે આ કેસમાં મીશા શફીને 3 વર્ષની જેલની સજા ફટકારી છે.

મીશાએ ટ્વીટમાં અલી ઝફરનો ઉલ્લેખ કર્યા બાદ લખ્યું હતું કે આ ઘટના ત્યારે નહોતી થઇ જ્યારે હું નાની હતી કે ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી. એક સશક્ત, નિપુણ મહિલા જે પોતાની વાત કરી શકે, હોવા છતાં મારી સાથે આવું થયું હતું. બે બાળકોની માતા હોવા છતાં પણ મારી સાથે આમ થયું. તે સમયે મીશાએ લગાવેલા આ આરોપોને અલી ઝફરે નકારી દીધા હતા. તેણે મિશાને કોર્ટમાં ઘસડી હતી. હવે કેસનો ચુકાદો અલીની તરફેણમાં આવ્યો છે.

મેલ ઓનલાઇના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કોર્ટે મીશા ઉપરાંત અન્ય 8 લોકોને પણ અલીની સામે માનહાનિ કેસમાં આરોપી ગણ્યા છે. આ નિર્ણય બાદ મીશાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મીશાએ કહ્યું કે આ પ્રકારના કેસોમાં કોઇપણ કિંમતે કોઇ મહિલાને ન્યાય મળ્યો છે કે મને મળશે?