દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે પોતાની એક અલગ આવડતનાં કારણે ચર્ચાનો વિષય કે ફેમસ બની જાય છે. આવુ જ કઇક ક્રિકેટનાં મેદાનમાં જોવા મળ્યુ હતુ. જો કે ક્રિકેટને બેટ્સમેનોની રમત માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે ટી 20 જેવી ક્રિકેટની વાત કરો તો બોલર માટે કઇ કરવા જેવુ રહેતુ નથી. બેટ્સમેન મારતો રહે છે અને બોલર જોતા જ રહે છે. જો બેટ્સમેન ભૂલ કરશે તો તે આઉટ થઈ જશે. ક્રિકેટમાં લોકો પણ બેટિંગ જોવા માંગે છે. આજે બોલિંગ જોવા મેદાનમાં કોણ જાય છે. પરંતુ આ સ્થિતિમાં એક બોલર છે જે સતત હેડલાઇન્સ બનાવી રહ્યો છે. તે એક અનોખો બોલર છે. બોલર જમણા હાથથી અથવા ડાબા હાથથી બોલ ફેંકી શકે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ બોલરને બંને હાથથી બોલ ફેંકતા જોયો છે. અહી એક અલગ ફેક્ટર આ ખેલાડીને અન્ય ખેલાડીથી અલગ બનવા મદદરૂપ થઇ રહ્યો છે.
https://twitter.com/MSL_T20/status/1196426893521833985
આ બોલર એક ચોંકાવનારી રીતે બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે. માત્ર બોલિંગ જ નહીં, બોલરે બંને હાથથી માત્ર બોલ ફેંક્યો જ નહીં, પણ બંને રીતે ફેંકાયેલા બોલ પર વિકેટ પણ લીધી હતી. આ બોલર અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. આ અધભૂત બોલર ગ્રેગોરી માહલોકવાના છે. તાજેતરમાં તે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી મજાંસી સુપર લીગમાં રમી રહ્યો છે અને ત્યાં પોતાની બોલિંગથી લોકોને ચોંકાવી રહ્યો છે. તે બંને હાથથી બોલને ફેંકી શકે છે અને વિકેટ પણ લઈ રહ્યો છે. આનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને મજાંન્સી સુપર લીગનાં ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
https://twitter.com/MSL_T20/status/1196016782777241605
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રેગોરી મહાલોકવાના આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવે છે અને તે પહેલા જ બોલ પર વિકેટ લે છે. આ પછી, દસમી ઓવરમાં, તેઓ ફરીથી બોલિંગ માટે આવે છે. આ વખતે, તે જમણા હાથથી બોલિંગ કરતો જોવા મળે છે. તેણે તેની બીજી ઓવરમાં પણ સફળતા મેળવી હતી. ગ્રેગોરી માહલોકવાનાએ મેચમાં ત્રણ ઓવર ફેંકી હતી અને 26 રનમાં બે વિકેટ ઝડપી હતી. ગ્રેગરી માહલોકવાના કેપટાઉન બ્લિટ્સ માટે રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
