અમદાવાદની જનતા માટે સન્ડેનો દિવસ સુપર સન્ડે સાબિત થયો હતો. ગઇ કાલે 14 માર્ચનાં રોજ ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝની બીજી મેચ રમાઇ હતી, જેમા ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 7 વિકેટે જીત મેળવી સીરીઝમાં 1-1 ની બરોબરી કરી દીધી છે.
IND vs ENG 2nd T-20 / કોહલીએ નામ કર્યો વિરાટ રેકોર્ડ, આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
આપને જણાવી દઇએ કે, વર્તમાનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટી-20 સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ભારત માટે પહેલી મેચ રમવાની તક મળી છે. મહત્વની વાત એ છે કે આ ખેલાડીઓ જે રીતે તકનો ઉપયોગ કરી રહ્યા છે તે ટીમનાં અન્ય/વરિષ્ઠ ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. રવિવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ઇશાન કિશને ડેબ્યૂ કર્યુ હતુ, જેમા તેણે તાબડતોડ ઇનિંગ રમી હતી અને શિખર ધવન જેવા અનુભવી અને સિનિયર ખેલાડીઓ માટે મોટી મુસિબત ઉભી કરી દીધી છે. ગઇકાલે ટી-20 સીરીઝની બીજી મેચમાં ભારતીય ટીમમાં બે ખેલાડીઓએ ડેબ્યુ કર્યુ હતુ. જેમા એક ઈશાન કિશન અને બીજો ખેલાડી સૂર્યકુમાર યાદવ છે.
IND vs ENG 2nd T-20 / છોટે છોટે શહેરો સે…: પોતાના પ્રથમ મેચમાં આ ખેલાડીએ રચી દીધો અનોખો ઇતિહાસ
અમદાવાદની મેચમાં ઈશાન કિશને તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી સ્ટેડિયમમાં હાજર દર્શકોનું દિલ જીતી લીધુ હતુ. ઈશાન કિશન તેની પ્રથમ મેચમાં જે રીતે બેટિંગ કરી તે જોતા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ઈશાન કિશને બીજી મેચની રમતને પૂરી રીતે બદલી દીધી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી છે. જોકે, ઈશાન કિશન, રિષભ પંત, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર એવા ખેલાડીઓ છે જેમણે તેમના જબરદસ્ત પ્રદર્શનને કારણે ટીમ મેનેજમેંટની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે જોવાનુ રહેશે કે આવતા સમયમાં કોણ ટીમમાં પોતાની જગ્યાને સ્થિર કરી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
