IND vs ENG 2nd T-20/ છોટે છોટે શહેરો સે…: પોતાના પ્રથમ મેચમાં આ ખેલાડીએ રચી દીધો અનોખો ઇતિહાસ

દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતના ટી૨૦ શ્રેણીના બીજા મેચમાં ધોનીની ટીમ ઝારખંડ માંથી આવેલા આ ખેલાડીએ તેની ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ અનોખો ઇતિહાસ રચી દીધો છે. પૂર્વ ભારતીય ક્રિકેટ

Gujarat Trending Sports

દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતના ટી૨૦ શ્રેણીના બીજા મેચમાં ધોનીની ટીમ ઝારખંડ માંથી આવેલા આ ખેલાડીએ તેની ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ અનોખો ઇતિહાસ રચી દીધો છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન ધોની એ આ પ્રકારના ઇતિહાસ રચી અને નાનાં શહેરોમાંથી આવતા ખેલાડીઓ તરફ જોવાનો સમગ્ર વિશ્વના ક્રિકેટ રસિકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હતો. ત્યારે વધુ એક ખેલાડી એ ગઈ કાલના મેચમાં પદાર્પણ કર્યું હતું એટલું જ નહીં પરંતુ ધુઆધાર 61 રનની બાજી રમી અને પોતાના તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

India vs England, 2nd T20I Highlights: Virat Kohli, Ishan Kishan Guide India  To Seven-Wicket Win Over England | Cricket News

ઈશાન કિશન માત્ર ધોનીની ટીમ ઝારખંડથી આવતો નથી, પરંતુ તે પૂર્વ ભારતીય કેપ્ટનની જેમ તોફાની અંદાજમાં બેટિંગ કરવાની કલા પણ રાખે છે. આ દમદાર વિકેટકીપર બેટ્સમેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડ્રીમ ટી20 આંતરરાષ્ટ્રીય પર્દાપણ કરતા 28 બોલમાં અડધી સદી ફટકારી દીધી. આ સાથે તે ભાતર તરફથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં (પર્દાપણ ઈનિંગમાં) અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે.

IND vs ENG: Ishan Kishan Gets Praise From Former Cricketers After Smashing  Half-Century On T20I Debut | Cricket News

અજિંક્ય રહાણેએ 31 ઓગસ્ટ 2011ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટી20માં 61 રનની ઈનિંગ રમી હતી. આ તેની પર્દાપણ આંતરરાષ્ટ્રીયમેચ હતી. આ કોઈપણ ભારતીયનો પર્દાપણ મેચમાં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઈશાન રહાણેનો રેકોર્ડ તોડતા ચુકી ગયો હતો. મેચની 10મી ઓવરમાં આદિલ રાશિદે તેને આઉટ કરી દીધો હતો. કિસાને 32 બોલનો સામનો કર્યો, જ્યારે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.