OMG!/ ખરેખર રાજ્યની આ નદીમાંથી વહી રહ્યું છે સોનું-ચાંદી, જાણો શું છે હકીકત

કોરોના વાયરસે ગુજરાતમાં કહેર મચાવી દીધો છે અને આ વાયરસના કારણે હાલમાં સ્થિતિ એ છે કે, જ્યાં હવે રાજ્યના મોટા મહાનગરોમાં તો મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

Gujarat Vadodara

કોરોના વાયરસે ગુજરાતમાં કહેર મચાવી દીધો છે અને આ વાયરસના કારણે હાલમાં સ્થિતિ એ છે કે, જ્યાં હવે રાજ્યના મોટા મહાનગરોમાં તો મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ કારણે વડોદરામાં પણ કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને શહેરમાં અંતિમસંસ્કાર માટે સ્મશાનગૃહ ઓછા પડી રહ્યા છે.

બીજી બાજુ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની અસ્થિઓ સોના-ચાંદીની વસ્તુઓ એકત્ર કરવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. એક તબક્કે તો આ વાત જાણીને તમને પણ શોક લાગશે, પરંતુ આ સત્ય વાત છે.

આ પણ વાંચો : અમદાવાદના આ બે વિસ્તારોમાં લાગ્યા સ્વેચ્છિક લોકડાઉન

હકીકતમાં વડોદરામાં કોરોનાના જીવલેણ વાયરસના કારણે જયારે કોઈ વ્યક્તિનું મોત થાય છે તો, આ સમયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનારા વ્યક્તિએ પહેરેલી સોના ચાંદીની વસ્તુઓ સાથે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે.

જો કે અંતિમસંસ્કાર બાદ અસ્થિઓને નદીમાં પધરાવવામાં આવે છે, જેમાં સોના ચાંદીની વસ્તુઓ શોધવા વિશ્વામિત્રી નદીના કિનારે શ્રમજીવીઓ અસ્થિઓને ચારણીમાં ચાળીને શોધવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં મોટા પ્રમાણમાં શ્રમજીવીઓ કિનારે રેતીમાં ઉથલપાથલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :રેમડેસિવીર ઇન્‍જેકશનના ખાલી વાયલ જમા કરાવશે, તો જ નવા ઇન્‍જેકશન મળશે, ખાનગી હોસ્પિટલ માટે

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને હાલમાં રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક ૮૦૦૦થી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના કાળ વચ્ચે ગુનેગારો બેફામ, દાણીલીમડામાં 50 લીટર ડીઝલની લૂંટ

આ પણ વાંચો :કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ : પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક એક સપ્તાહનું લોકડાઉન