Botad News/ ઘર બંધ જોતાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

તસ્કરો તક મળે ત્યાં તસ્કરી કરવાનું ચૂકે ખરા. મકાન બંધ જોયું નથી કે ત્રાટક્યા નથી. શહેરનાં ગઢડા રોડ પર આવેલ આનંદધામ સોસાયટીમાં રહેતા શિક્ષક તેમના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા.

Gujarat Others Breaking News

Botad News: તસ્કરો તક મળે ત્યાં તસ્કરી કરવાનું ચૂકે ખરા. મકાન બંધ જોયું નથી કે ત્રાટક્યા નથી. શહેરનાં ગઢડા રોડ પર આવેલ આનંદધામ સોસાયટીમાં રહેતા શિક્ષક તેમના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન બંધ મકાનના તાળા તોડીને તિજોરીમાં રહેલા અંદાજે બેથી અઢી લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર થયાં હતાં. જ્યારે પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે.

બોટાદ શહેરનાં ગઢડા રોડપર આવેલા આનંદધામ સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ શેખલીયા જેઓ તેમના પરિવાર સાથે શનિવારે બપોર બાદ તેમના મકાનને તાળુ મારીને જલાલપર ગામે ગયા હતા. ત્યારે શિક્ષક તેમના પરિવાર સાથે બીજા દિવસે સાંજના સમયે બોટાદ તેમના ઘરે પરત ફર્યા હતા.

તે દરમ્યાન ઘર બહાર તાળુ તૂટેલું જોવા મળતાં ઘનશ્યામભાઈએ ઘરમાં તપાસ કરતા રૂમમાં રહેલી તિજોરી તોડેલી હતી. જેથી તિજોરીમાં તપાસ કરતા તેમાં રહેલા અંદાજે અઢી લાખ રૂપિયાના સોનાના તેમજ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી શિક્ષકે પોલીસને જાણ કરતાં બોટાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી છે તેમ મકાન માલિક ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ

આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો