@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરતી ગેંગના બે ઇસમોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓને ઝડપી 14 ગુનાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસેથી અહેમદ શેખ તેમજ ફિરોઝ શેખ નામના બે આરોપીઓને ઝડપી 1.21 લાખ રોકડ, બે આધારકાર્ડ, ઓટો રીક્ષા સહિત કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુજરાત: જામનગરનાં ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી લંડનથી પકડાયો, જુઓ આરોપીઓની Exclusive તસવીરો
આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓએ ૧૪ જેટલા મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આરોપીઓ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ, તેમજ કાલુપુર સહિત અલગ-અલગ જગ્યાઓએથી પેસેન્જરને બેસાડી તેઓનો ધ્યાન ચૂકવી તેઓના પાસે રહેલી રોકડ અને દાગીનાની ચોરી કરતા હતા. અમદાવાદના ખાડિયા, પાલડી અને નરોડા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડીને થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
હાય ગરમી: રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી
પકડાયેલો આરોપી અહમદ શેખ અગાઉ ૨૦૦૭ માં ખાડીયા પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારનાં ગુનામાં પકડાયો હતો અને ફિરોજ શેખ વર્ષ 2015માં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં, 2017માં દાણીલીમડામાં ટ્રાફિક પોલીસ સાથે ધર્ષણનાં ગુનામાં તેમજ રાજકોટ જેલમાં પાસા હેઠળ પણ જઈ આવ્યો છે. ક્રાઈમબ્રાંચે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
