દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ચૂંટણીઓના સમયમાં રાજકીય પક્ષોની રેલીઓમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ રહી છે અને તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. ત્યારે કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,700 કેસો નોંધાયા છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક અઢી લાખને પાર કરી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 17,700 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે. કોરોનામાં મહારાષ્ટ્રે રેકોર્ડ તોડ્યો છે. અહીં એક દિવસમાં સર્વાધિક 23,179 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પંજાબમાં 24 કલાકમાં 2,013, કેરળમાં 2,100, કર્ણાટકમાં 1,275 નવા કેસ નોંધાયા છે. કોરોનાવાયરસને કારણે દેશમાં 24 કલાકમાં 170 લોકોના મોત નીપજ્યાં છે. દેશના 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબૂ થયો છે.
