દિલ્હીમાં લિવ-ઇનમાં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો. એનસીઆરની સોસાયટીમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેણે આ પગલું ભરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો છે. તેણી અહીં એક લિવ-ઇનમાં રહેતી હતી. આ ઘટના ગાઝિયાબાદ સ્થિત ક્રોસિંગ રિપબ્લિકની છે. તે સેવીયર એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
પોલીસે જણાવ્યું કે તે તેના મિત્ર સાથે સોસાયટીમાં ફ્લેટમાં ભાડે લેતી હતી. યુવતીની ઓળખ દિલ્હીના ઉત્તમ નગરની રહેવાસી મીના તરીકે થઈ છે. તે 28 વર્ષની હતી. તે કપડાં અને અન્ય સામાન ઓનલાઇન વેચતી હતી. જ્યારે, તેનો મિત્ર મલ્ટીનેશલ કંપનીમાં નોકરી કરે છે.
લગ્નમાં દુલ્હનની જગ્યાએ વરરાજાને રડવાનો વારો આવ્યો, સુહાગરાતની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં પસાર થઇ રાત
આપઘાત કરતા પહેલા તેણીએ મોબાઇલ પર એક વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં તે કહી રહી છે કે ‘હું કોઈ પણ વસ્તુથી ખુશ નથી થઈ રહી. મને કોઇ પ્રેમ કરતુ નથી. આમાં તેણીએ તેના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે, જ્યારે તેના મિત્રને પણ કહ્યું છે કે તેણી તેના મિત્રને ખૂબ પ્રેમ કરતી હતી, આમાં સ્યુસાઇડ નોટની આ વાત સ્વીકારી છે.
મોબાઈલ વીડિયો બનાવ્યા બાદ જ તેને આત્મહત્યા કરી હતી. મોડી સાંજે તેનો મિત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તુરંત પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને જપ્ત લીધી હતી અને ત્યારબાદ મોબાઇલમાંથી વીડિયો મળી આવ્યો હતો.
આ કેસમાં સમસ્યા શું હતી તે જાણવા પોલીસ કેટલાક લોકોની પૂછપરછ પણ કરી રહી છે. જેના કારણે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. પોલીસ વીડિયોની પણ તપાસ કરી રહી છે. યુવતીના મિત્રની પણ અલગથી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વગેરેની પણ તપાસ કરવામાં આવી રહી છે.