Not Set/ સાયબર ક્રાઇમે ક્રિકેટનો સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ કરી

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ અમદાવાદ સાયબર સેલને માહિતી મળી હતી કે ભારત ઇંગ્લેન્ડની રમાઈ રહેલી ટી-૨૦ મેચ નો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.. જેની માહિતીના આધારે પોલીસે ઠક્કર નગર વિસ્તારમાંથી વિજય પીઠવા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.. આરોપીની ધરપકડ કરતાં તેની પાસેથી બે મોબાઇલ ફોન સહિત રૂપિયા 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં […]

Ahmedabad Gujarat

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

અમદાવાદ સાયબર સેલને માહિતી મળી હતી કે ભારત ઇંગ્લેન્ડની રમાઈ રહેલી ટી-૨૦ મેચ નો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.. જેની માહિતીના આધારે પોલીસે ઠક્કર નગર વિસ્તારમાંથી વિજય પીઠવા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.. આરોપીની ધરપકડ કરતાં તેની પાસેથી બે મોબાઇલ ફોન સહિત રૂપિયા 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી મોબાઇલમા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતો હતો.આરોપી “HELLO-BET” એપ્લિલેશન પર ચલાવતો હતો ક્રિકેટ સટ્ટા નું કૌભાંડ. પોલીસને માહિતી મળતા આરોપી વિજય પીઠવા ને ઠક્કર નગર રતનબા સ્કૂલ પાસેથી જાહેર જગ્યા પરથી ઝડપી પાડ્યો છે.. પકડાયેલો આરોપી છેલ્લા કેટલાક સમયથી આ રીતે મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમે અને રમાડે છે તથા તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા તપાસ કાર્યવાહી હાથ ધરી છે.