સસ્પેન્ડ/ વિધવા મહિલા પાસે બીભત્સ માગણી કરનાર BJP આગેવાન ડી.કે.પટેલ પાર્ટીમાંથી સસ્પેન્ડ,ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

અમરેલી જિલ્લાના ભાજપ આગેવાન ડી કે પટેલ દ્વારા વિધવા મહિલાની પાસે બીભત્સ માગણીનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટીની શાખને હાનિ પહોંચે તેમ હોય તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat

અમરેલી જિલ્લાના ભાજપ આગેવાન ડી કે પટેલ દ્વારા વિધવા મહિલાની પાસે બીભત્સ માગણીનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટીની શાખને હાનિ પહોંચે તેમ હોય તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ પાલિકાના સભ્ય ભાજપ આગેવાન દુર્લભજી કલ્યાણજીભાઈ જીયાણી (ડી.કે.પટેલ)એ એક વિધવા મહિલાનું કામ કરી આપવા બદલ બીભત્સ માંગણી કરી અડપલાં કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. જેથી ડી.કે.પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ પોતાના આદેશમાં ડી. કે.પટેલને લેખિત પત્ર દ્વારા જાણ કરી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હોવાની જાણ કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ડી.કે. પટેલે તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી શારીરિક અડપલાં કરવા માટે  ફોન પર બિભત્સ માંગણી કરી હતી. પોલીસે ગુનો નોંધી ડી.કે.પટેલને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. હાલ ડી.કે. પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે.

અડપલાં કર્યા બાદ મહિલાને ફોન કરી તેમણે કહ્યું કે, ‘ક્યારેક ઉતાવળ થઈ જાય’ મહિલા પાસે બિભત્સ માગણી કરતી ઓડિયો ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાઈ છે. આ તરફ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને તાત્કાલીક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાનો આદેશ આપ્યો છે.

એ બાબત ઉલ્લેખનીય છે કે ડી.કે.પટેલ એસીબીના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ થતા એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. એસીબીએ તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી પહેલા ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના લાગેલા બેનર ચર્ચાનું કેંદ્ર બન્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…