ટ્રાફિક પોલીસની 1095 હેલ્પલાઈન પર ફરિયાદ કરવા મુસાફરોને સૂચન
@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાને અટકાવવા માટે શહેરમાં AMTS અને BRTS બસોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.. જેથી બસ સર્વીસ બંધ હોવાથી રિક્ષાચાલકો મુસાફરો પાસે વધુ ભાડુ વસૂલે તો મુસાફરો તે રિક્ષાચાલકની સામે ટ્રાફિક હેલ્પલાઈન 1095માં ફરિયાદ કરવાનુ શહેરીજનોને સૂચન કર્યુ છે. જેથી કરીને મહામારીનાં સમયમાં ગ્રાહકો પાસેથી રિક્ષાચાલકો વધુ ભાડુ ન વસૂલે.
ગુજરાતમાં કોરોનાએ ફરિએક વાર માથુ ઉચક્યુ છે તેવામાં ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાતા AMC દ્વારા શહેરમાં પલ્બીક ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS-BRTS બસો બંધ કરી છે તેવામાં શહેરીજનોને નોકરીએ અથવા તો કોઈ પણ કામથી બહાર જવા માટે રિક્ષા એકમાત્ર વિક્લપ વધ્યો છે. આ સ્થિતિનો લાભ લઈને રિક્ષાચાલકોએ મુસાફરો પાસેથી વધુ ભાડુ ઉધરાવતા હોવાનું ટ્રાફિક પોલીસને ધ્યાને આવતા પોલીસે અલગ અલગ 8 ઓટો રિક્ષા ડ્રાઈવર એશોશિએશન સાથે મીટીંગ યોજીને મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસે રિક્ષા ડ્રાઈવર યુનિયન સાથેની બેઠક બાદ જે રિક્ષાચાલક ભાડાના નિયમોને નેવે મુકી તેવા રિક્ષા ચાલકો સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. અને તેવા રિક્ષાચાલકને કોઈપણ યુનિયન ટેકો નહી આપે તેવો નિર્ણય રિક્ષા ડ્રાઈવર યુનિયને લીધો છે. ટ્રાફિક વિભાગે 1095 ટ્રાફિક હેલ્પલાઈન પર આ મામલે મુસાફરોને ફરિયાદ કરવાનો ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ સુચન કર્યુ છે.
ટ્રાફિક પોલીસે લોકોને હેલ્પલાઈન પર ફરિયાદ કરવાનું જણાવાયુ છે પરંતુ હજુ સુધી હેલ્પલાઈન પર ભાડા વધારાને લગતી કોઈ ફરિયાદ ન મળી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે આવનારા દિવસમાં કોઈ પણ રિક્ષાચાલક સામે ભાડા વધારે લેવા બાબતની ફરિયાદ આવશે તો ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનો નિર્ણય લેવાયો છે.
