Not Set/ ઇકો કાર અને બાઇક વચ્ચે ટક્કર, બે મિત્રોનાં ઘટના ઘટના સ્થળે જ મોત

ખેરાલુ-પાલનપુર રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ હતો.

Gujarat Others

ખેરાલુ-પાલનપુર રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ હતો. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ 108ને જાણ કરતા 108 ટિમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.  પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતકો ચાણસોલ ગામનો પ્રજાપતિ અને નિકુંજ સથવારા હતા. બંને એલપીજીના સિલિન્ડર લેવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ખેરાલુ પાલનપુર રોડ પર વાલાપુરા ગામ નજીક તેમની બાઇક સામેથી આવી રહેલી ઇકો કાર સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો.

આ પણ વાંચો :  કોરોનાના કહેરને જોતા CM રુપાણીનો મોટો નિર્ણય, હવેથી વેક્સીન માટે નહી આપવો પડે આ પુરાવો

પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ હાઈવે પર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ હતો. લોકોની ભીડને કારણે ટ્રાફિકને અંકુશમાં લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા. દરમિયાન ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :વરાછામાં કન્સ્ટ્રકશન સાઇટ પર દિવાલ ધરાશાયી થતા 2 નાં મોત, અન્ય દટાયેલા હોવાની આશંકા

બને મિત્રો પ્રતીક અને નિકુંજ જે બને વચ્ચે ગાઢ મિત્રતા હતી જેમાં બને સાથે અભ્યાસ માટે જતા હતા બને મિત્રો ITI પણ જોડે કરતા જતા કોઈ પણ જગ્યા પર બને એક સાથે જતા પરિવાર ના જણાવ્યા અનુસાર બને મિત્રો વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે બને એક બીજા વિના પણ રહી શકતા નહોતા