Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં વધુ એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ખોખરા (Khokhara) વિસ્તારમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ (Rape) ગુજાર્યુ હતું, એટલું જ નહીં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત ખરાબ કૃત્ય કરતા વિદ્યાર્થીનીએ અંતે ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરમાં ગુરૂની ગરિમાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. વિદ્યાર્થીની ઈંગ્લિશના ક્લાસ દરમિયાન શિક્ષકને મળી હતી. સંચાલક જીગ્નેશ ગોહિલે વિદ્યાર્થીનીને પોતાના પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. વધુમાં, અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સતત દુષ્કર્મ આચરતો હતો.
જોકે, સતત દુષ્કર્મનો ભોગ બનતાં વિદ્યાર્થીનીએ કંટાળીને અંતે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે સમગ્ર ઘટના જણાવી ફરિયાદ નોંધાવી છે, ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો
આ પણ વાંચો:અમરેલીમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું
