સુરતના વરાછામાં એક કન્ટ્રક્શન સાઈડ પર દિવાલ ધરાશાયી થતા ૪ કામદારોનાં મોત નીપજ્યાં છે, વરાછામાં કેદાર હાઈટસ નજીક આ ઘટના બની છે. દિવાલ ધરાશાયી થયાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના મોટા વરાછા કેદાર હાઇટસ નજીક બની છે. ઘટના સમયે 8 મજૂર કામ કરતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે જેમાં ૪ મજૂરો જમીનમાં દટાઈ ગયા છે. ત્યારે ૪ મજૂરોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જયારે ૧ શ્રમિક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થાનિક પોલીસ સાથે પહોંચ્યો હતો. જેસીબી મશીન દ્વારા મજૂરોને જમીનમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ સુધી બે મગદરોના મોતની પુષ્ટિ થઈ છે. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
