Not Set/ રાજકોટમાં મોતીસર ડેમમાં પાણીની આવક વધી, 14 દરવાજા 10 ડીગ્રી ખોલાયા

  સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. શહેરનાં તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે રાજકોટમાં મોતીસર ડેમનાં 14 દરવાજા ખોલાયા છે. જણાવી દઇએ કે, મોતીસર ડેમ પાટિયાળી પાસે આવેલ છે. #WATCH 14 gates of Motisar Dam in […]

Gujarat Rajkot
 

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. શહેરનાં તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે રાજકોટમાં મોતીસર ડેમનાં 14 દરવાજા ખોલાયા છે. જણાવી દઇએ કે, મોતીસર ડેમ પાટિયાળી પાસે આવેલ છે.

આપને જણાવી દઇએ કે, આ ડેમનાં 14 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે. 470 ક્યુસેક પાણીની આવક સામે 470 ક્યુસેક પાણીની જાવક છે. આથી નીચાણવાળા 3 ગામો પાટિયાળી, હડમતાળા અને કોલીથડને એલર્ટ કરાયા છે. ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહી આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.