બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાયરસ સાથેની જંગ જીત્યા બાદ લોકપ્રિય ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12 મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. જોકે શૂટિંગ દરમિયાન સુરક્ષાની કાળજી લેવામાં આવી રહી છે. બિગ બીએ સેટનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં ક્રૂ મેમ્બર્સ પીપીઈ કિટ્સ પહેરેલા નજરે પડે છે.
ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું હતું- “કામ પર વાપસી હો ગઈ હૈ… સમુદ્ર બ્લુ કલરની પીપીઇ કિટ મેં… કેબીસી 12 .. 2000 શરુ… આજ સાલ 2020 મેં… 20 વર્ષ. અદભૂત. “યહી લાઇફટાઇમ હૈ.”
નોંધપાત્ર વાત એ છે કે અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. બધાની સારવાર પણ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. કોવિડ 19 ટેસ્ટનો રીપોર્ટ નેગેટીવ આવ્યા પછી, બધા પોતાના ઘરે પરત ફર્યા છે.
મે મહિનાની શરૂઆતમાં, બિગ બીએ લોકડાઉન વચ્ચે ‘કેબીસી’ની આગામી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું હતું, જેને સલામતી માટે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે પોતાનો ખુલાસો આપતાં, તેમણે પોતાના બ્લોગમાં લખ્યું, “હા મેં કામ કર્યું છે. જો તે મુશ્કેલીકારક છે, તો તેને તમારી પાસે રાખો. લોકડાઉનની આ સ્થિતિમાં અહીં કંઇપણ બોલવાનો પ્રયાસ ન કરો. શક્ય બનાવો, પૂરતી સાવચેતી રાખવામાં આવી હતી. એક જ દિવસમાં બે દિવસનું કામ સંભાળ્યું હતું. સાંજે છ વાગ્યે કામ શરૂ કરાયું છે અને ટૂંક સમયમાં સમાપ્ત કરવામાં આવ્યું છે. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
