અમદાવાદ/ વસ્ત્રાલમાંથી ઝડપાયો નકલી PSI, શોખ હોવાથી લીધી વર્ધી અને બનાવ્યું ડમી આઈકાર્ડ

અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાંથી નકલી PSI ઝડપાયો છે. રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન રાજીવનગર ટેકરા પાછળ ગોપીડેરીનાં ગોડાઉન સામે એક સ્વીફ્ટ ડીઝાયર કાર વસ્ત્રાલ ચાર રસ્તાથી આવતી હતી.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાંથી નકલી PSI ઝડપાયો છે. રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન રાજીવનગર ટેકરા પાછળ ગોપીડેરીનાં ગોડાઉન સામે એક સ્વીફ્ટ ડીઝાયર કાર વસ્ત્રાલ ચાર રસ્તાથી આવતી હતી. જે કાર શંકાસ્પદ જણાતા પોલીસે કાર અટકાવી હતી. પોલીસે કનુભાઈ ગીરધરદાસ પટેલ નામનાં કારચાલકને પુછપરછ કરતા આ કાર તેના જમાઈ PSI જે.વી બીહોલાની હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ કનુ પટેલે પોતાનાં જમાઈને ફોન કરતા નિકોલમાં રહેતા જગતસિંહ વિજયસિંહ બિહોલા નામનો શખ્સ નંબર વગરની ક્રેટા કાર લઈને PSI નો યુનિફોર્મ પહેરીને આવ્યો હતો.

કોરોના ટેસ્ટીંગ / સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

કારમાં આગળ પોલીસની પ્લેટ લગાવીને આવેલા PSIએ પોલીસનાં યુનિફોર્મમાં આવી પોતે પોલીસમાં હોવાનો આઈકાર્ડ બતાવ્યો હતો. જે આઈકાર્ડમાં ગુજરાત પોલીસ ક્રાઈમબ્રાંચ અમદાવાદ લખેલુ હતુ. તેમજ આઈકાર્ડમાં PSI લખી બક્કલ નંબર લખ્યો હતો. જો કે પીએસઆઈને બક્કલ નંબર ન હોય જેથી રામોલ પોલીસને આ શખ્સ પર શંકા જતા તેને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ કરી હતી. આ શખ્સને પોલીસ સ્ટેશન લાવીને તેની હાલની ડ્યુટીની જગ્યા પુછતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો.

પ્રમોશન / MPમાં ધોરણ 1 થી 8 ના બાળકોને પ્રોજેક્ટ મૂલ્યાંકનના આધારે મળશે પ્રમોશન, 9 થી 11ની યોજાશે પરીક્ષા

પોલીસે કડકાઈથી પુછપરછ કરતા જે.વી બિહોલા પોતે PSI નહી હોવાનુ કબુલ્યુ હતુ. અને પોતાને  PSI બનવાનો શોખ હોવાથી પોલીસનો યુનિફોર્મ ખરીદીને બનાવટી આઈકાર્ડ બનાવ્યુ હોવાનું જણાવ્યુ હતુ. જેથી આ મામેલ રામોલ પોલીસે ગુનો નોંધી વિજયસિંહ બિહોલા તેમજ કનુ પટેલની ધરપકડ કરી હતી. તેમજ બે કાર સહિત નકલી યુનિફોર્મ, આઈકાર્ડ, 3 મોબાઈલ સહિત 8 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહત્વનુ છે કે આ શખ્સે પોતાની PSI તરીકેની ઓળખ આપીને શહેરનાં કોઈ વિસ્તારમાં લોકો પાસે પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ