Not Set/ સુરતના કુખ્યાત વસીમ બીલ્લા પર નવસારીમાં ફાયરિંગ, ઘટના સ્થળે જ મોત

ફાયરીંગમાં કુખ્યાત વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે મોત નવસારીના છાપર પાસે 4 રાઉન્ડ કરાયું ફાયરિંગ 5 કરોડની લેતી-દેતીમાં વસીમ પર કરાયું ફાયરીંગ બે બાઇક પર આવેલ 4 શખ્સો ફાયરીંગ કરી ફરાર સુરતથી તડીપાર કરાતા નવસારીમાં રહેતો હતો સુરતના કુખ્યાત અને તડીપાર વસીમ બિલ્લા તડીપાર થયાબાદ છેલ્લા ઘણા સમયથી નવસારી ખાતે રહેતો હતો. નવસારીના છાપરા રોડ ખાતે મણિનગર […]

Gujarat Others
  • ફાયરીંગમાં કુખ્યાત વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે મોત
  • નવસારીના છાપર પાસે 4 રાઉન્ડ કરાયું ફાયરિંગ
  • 5 કરોડની લેતી-દેતીમાં વસીમ પર કરાયું ફાયરીંગ
  • બે બાઇક પર આવેલ 4 શખ્સો ફાયરીંગ કરી ફરાર
  • સુરતથી તડીપાર કરાતા નવસારીમાં રહેતો હતો

સુરતના કુખ્યાત અને તડીપાર વસીમ બિલ્લા તડીપાર થયાબાદ છેલ્લા ઘણા સમયથી નવસારી ખાતે રહેતો હતો. નવસારીના છાપરા રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને છાતીનાગોળી વાગી હતી.  અને ઘટના સ્થેળે જ મોત નીપજ્યું હતું.

સુરત ઝાંપા બજાર ખાતે રહેતો વસીમ બિલ્લા  નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં કામ કરતો હતો. અને ખંડણી ઉઘરાવતો હતો. છેલ્લા કેટલાય સમયથી તડીપાર બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો.

ગતમોડી રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો. અને સુરતના કોઈ શખ્સ સાથે રૂ.5 કરોડની લેતીદેતીના મામલે નવસારીમાં મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે બે બાઈક પર સ્વર ચાર જેટલા લોકોએ આવી તેની કાર અટકાવી ને ચારેક રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દઈને ફરાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.