આગ્રામાં એક મહિલાએ યુવકને બહાને બોલાવ્યો હતો અને તેને એસિડથી નવડાવી દીધો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મહિલા પણ દાઝી ગઈ હતી અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લિવ ઇનમાં રહેતા હતા. યુવકના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થતાં રોષે ભરાયેલી મહિલાએ આ ભયાનક પગલું ભર્યું હતું.

મળતી માહિતી મુજબ સવારે સાત વાગ્યાના સુમારે હરિપર્વત પોલીસ સ્ટેશનના શાસ્ત્રી નગર સ્થિત એક મકાનમાં યુવકની ચીસો સંભળાઈ હતી. લોકો મદદ માટે દોડી ગયા હતા, ત્યારે એક યુવક એસિડથી ખરાબ રીતે દાઝી ગયો હતો અને એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પોલીસે તેને હોસ્પિટલમાં મોકલ્યો, જ્યાં યુવકનું મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપતા તેનું મોત નીપજ્યું હતું. યુવકની ઓળખ દેવેન્દ્ર તરીકે છે, જે આગ્રાના પોલીસ સ્ટેશન સિકંદરામાં રહેતો હતો. તે હરિપર્વત વિસ્તારમાં એક લેબમાં સહાયક તરીકે કામ કરતો હતો. તે મહિલા સોનમ એરૈયાની રહેવાસી છે.
પતિ કરાવતો હતો દેહવ્યાપારનું કામ, પત્નીએ ના પાડી તો તેના પ્રાઇવેર્ટ પાર્ટમાં નાખી દીધી દારુની બોટલ..
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ઘણા વર્ષોથી તેના પતિથી અલગ રહેતી હતી. તે અહીં તેના બે બાળકો સાથે રહેતી હતી. દેવેન્દ્ર અને મહિલાનો પ્રેમ સંબંધ હતો અને તે લિવ-ઇનમાં રહેતા હતા. આ દરમિયાનમાં દેવેન્દ્રના પરિવારે તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા. દેવેન્દ્ર પણ મહિલાને છોડી દેવા માટે તૈયાર થઈ ગયો. આથી રોષે ભરાયેલી મહિલાએ રૂમના પંખાને રિપેર કરવાના બહાને તેને બોલાવ્યો. આ દરમિયાન તેણે તેના પર એસિડ રેડ્યું. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા બાદ દેવેન્દ્રનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાના હાથ દાઝી જવા પર તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. એસપી સિટી બોત્રે રોહન પ્રમોદે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.
