દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે,જેનું મોટું કારણ લોકોની બેદરકારી છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કાયદા અંગે કોપી તકેદારી રાખવામાં આવતી નથી અને પાલન કરવામાં આવી રહ્યું નથી. . આ જ કારણ છે કે સરકારોએ હવે કડકાઇથી પાલન કરાવવાનું શરૂ કર્યું છે.જેઓ માસ્ક પહેરતા નથી અથવા જેઓ બનાવટી માસ્ક પહેરે છે તેના પર દંડ લાદવામાં આવી રહ્યો છે.

કોરોના રસીકરણ / કોરોના રસી માટે બાળકોનો વારો આવી શકે છે ટૂંક સમયમાં, અહીં બે કંપનીઓએ શરૂ કર્યા ટ્રાયલ
આ મામલે હરિયાણા અને દિલ્હી દેશમાં સૌથી આગળ છે. માસ્ક નહિ પહેરવા પર અહીં હરિયાણા અને 2,500 અને રૂ. 2000 નું ચલણ કાપવામાં આવી રહ્યું છે. તાજેતરના સમાચાર છત્તીસગઢથી આવી રહ્યા છે, જ્યાં સરકારે માસ્ક ન પહેરવાના 500 રૂપિયાના ચલણનો આદેશ આપ્યો છે.ગુજરાત, યુ.પી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં માસ્કના નિયમોની અવગણના કરવા માટે કેટલા રૂપિયાના ચલણ કાપવામાં આવે છે તે જાણો.

કોરોના તાંડવ / IIMના પાંચ વિદ્યાર્થીઓને મોદી સ્ટેડિયમાં લાગ્યો કોરોના ચેપ
ગુજરાત :
ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા માસ્ક નહીં પહેરવા પર આમ જનતાને 500 રૂપિયા દંડ નિર્ધારિત કર્યો હતો જે વધારીને1000 રૂપિયા કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ:
યોગી સરકારે અગાઉ માસ્ક નહીં પહેરનારાઓને 100 રૂપિયાનો દંડ નિર્ધારિત કર્યો હતો, જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર:
મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં 500 રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
હરિયાણા:
હરિયામાના ગુડગાંવમાં 2500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
બિહાર:
રાજધાની પટણામાં માસ્ક વિના મુસાફરી કરવા બદલ 50 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે.
કર્ણાટક:
બેંગાલુરુમાં ફેસ માસ્ક નહીં પહેરવા બદલ સરકારે 250 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે.
મધ્યપ્રદેશ:
ઈંદોર જિલ્લા વહીવટીતંત્ર જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયા દંડ જાહેર કર્યો છે.
પંજાબ:
માસ્ક ન પહેરવા બદલ રાજ્યમાં એક 1,000 રૂપિયા દંડની જોગવાઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
