દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ નહી પણ લેફ્ટનન્ટ ગવર્નરની શક્તિમાં વધારો કરી દેવામા આવ્યો છે. દિલ્હીમાં એલજી અને મુખ્ય પ્રધાનનાં હક્કો અંગે સ્પષ્ટતા કરતું બિલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યુ છે.
કોરોના રિટર્ન્સ / કોરોના સંક્રમણ અટકાવવા ફરીથી SMC એક્શન મોડમાં : શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ, માસ્કના કાયદાનું કડક પાલન
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ કાયદો બની ગયો છે. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી (સુધારા) બિલ, 2021 ને મંજૂરી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે, સંસદમાં આ ખરડો પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપ્યા બાદ હવે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર ફરી એકવાર વિરોધમાં સામે આવી છે. AAP તેને બંધારણ વિરોધી બિલ કહી રહ્યા છો. વળી પાર્ટીએ સંકેત આપ્યો છે કે તેઓ કોર્ટમાં આ બિલનો વિરોધ કરશે.
પુતળા દહન કે હોળીનું પ્રાગટ્ય ?: ના.મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન
બુધવારે રાજ્યસભામાં આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓનાં વોકઆઉટ વચ્ચે બિલ પસાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર માટે આ ખરડાને મોટો આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે. 2013 માં પહેલી વખત આમ આદમી પાર્ટીનાં સત્તા પર આવ્યાનાં સમયથી, લેફ્ટનન્ટ ગવર્નર સાથે ટક્કર ઘણી વખત સામે આવી ચુકી છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (એમેન્ડમેન્ટ) બિલ સ્પષ્ટ કરે છે કે દિલ્હીમાં “સરકાર” એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકારે કોઈ પણ કારોબારી નિર્ણય લેતા પહેલા તેમનો અભિપ્રાય લેવો પડશે.
President Kovind gives assent to National Capital Territory of Delhi (Amendment) Act 2021
Read @ANI Story | https://t.co/NVZiYEXK16 pic.twitter.com/cFnIYm2Cxq
— ANI Digital (@ani_digital) March 28, 2021
પહેલા ના માન્યા તેનુ પરિણામ / મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા
રાજ્યસભામાં બે દિવસનાં હંગામા બાદ સંસદમાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. દરમિયાન, વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે આ લોકશાહીને નષ્ટ કરી દેશે. વિપક્ષની માંગ હતી કે આ બિલ સિલેક્ટ સમિતિને મોકલવામાં આવે. રાજ્યસભામાં વોઇસ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. સરકારે આ બિલને વિચારણા માટે ગૃહમાં મુક્યું ત્યારે વિપક્ષે મતની વહેંચણી કરવાની માંગ કરી. મતદાન દરમિયાન 83 સભ્યો બિલની તરફેણમાં હતા જ્યારે 45 સભ્યો બિલની વિરુદ્ધમાં હતા. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ અને અકાલી દળ સહિતનાં મોટાભાગનાં વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
