Not Set/ ચાંદખેડામાં ભૂમાફિયાઓને સકંજામાં લેવા પોલીસનો ચક્રવ્યૂહ, જીવા રબારી સહિત કુલ 18 આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન

ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં જ એક બિલ્ડરને ધમકાવીને જમીન બાબતે ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી.જેમાં હાલ પોલીસે હવે માથાભારે તત્વોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી ધરપકડની કવાયત હાથ ધરી છે.

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા,મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ભૂમાફિયાઓના રાજ્યભરમાં વધી રહેલા આતંકને કારણે એક તરફ સરકારે કડક વલણ અપનાવવાની તૈયારી દર્શાવી છે તો બીજી તરફ પોલીસ દ્વારા પણ આવા ભૂમાફિયા અને ખંડણીખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં જ એક બિલ્ડરને ધમકાવીને જમીન બાબતે ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી.જેમાં હાલ પોલીસે હવે માથાભારે તત્વોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી ધરપકડની કવાયત હાથ ધરી છે.

આ કેસમાં ચાંદખેડા પોલીસે પૂર્વ આયોજિત ષડયંત્ર અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી જીવા રબારી સહિત કુલ 18 આરોપી સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જમીનની આડમાં ખંડણી ઉઘરાવતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મુખ્ય આરોપી જીવો રબારી, દેવાસી રબારી અને રવજી પટેલ સહિત તમામ ૧૮ આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.