કાશ્મીર મુદ્દાને પાકિસ્તાને વટનો સવાલ બનાવ્યો છે. ઘરમાં ખાવાના સાંસા છે અને ભારત સાથે દુશ્મની કરવી છે. હજુ ગઇકાલે જ ભારતમાંથી કપાસ આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આજે પાકિસ્તાને યુ-ટર્ન લઇ લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતમાંથી ખાંડ-કપાસ આયાતને મંજૂરી આપવામાં આવી નથી. પાકિસ્તાનની કેબિનેટે ઇકોનોમિક કોર્ડિનેશન કમિટીએ ભારત સાથે ટ્રેડ શરુ કરવાની મંજૂરી આપી નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ગુરુવારે કહ્યું કે હાલના સંજોગોમાં ભારત સાથે સંબંધ સામાન્ય થવાની શક્યતા નથી. શાહે કહ્યું કે કેબિનેટની બેઠક બાદ મંત્રીમંડળનો સામાન્ય મત એવો છે કે ભારત જ્યાં સુધી કાશ્મીરને લઇને 5 ઓગસ્ટ 2019ના નિર્ણય પર ફરી વિચાર નહીં કરે ત્યાં સુધી બન્ને દેશો વચ્ચે સંબંધ સામાન્ય થઇ શકશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે કેબિનેટે ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપી નથી. હકીકતમાં, બુધવારે પાકિસ્તાનની કેબિનટે ઇકોનોમિક કોર્ડિનેશન કમિટએ પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ભારતની સાથે કપાસ અને ખાંડનો વેપાર ફરી શરુ કરવાની અપીલ કરવામાં આવી હતી. જો કે પાકિસ્તાનની કેબિનેટ આ મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે અને ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે.
