Not Set/ રાજકોટ માં કોરોના વેક્સિન આપનાર સંસ્થા દ્વારા અપાઈ રહ્યું છે ભોજન

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.દિન પ્રતિદિન કેસ રોકેટ ની ગતિએ વધી રહ્યા છે.સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે .ત્યારે રાજકોટમાં   એક સંસ્થાએ કોરોના વૅક્સિનેશન સેન્ટર પર આવીને કોરોના વિરોધી રસી લેનારા લોકોને મફત ભોજન પુરૂ પાડી રહી છે. આ અંગે આયોજકને પૂછતા તેમણે જણાવ્યું કે, તેઓ […]

Gujarat Rajkot
Untitled 29 રાજકોટ માં કોરોના વેક્સિન આપનાર સંસ્થા દ્વારા અપાઈ રહ્યું છે ભોજન

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.દિન પ્રતિદિન કેસ રોકેટ ની ગતિએ વધી રહ્યા છે.સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે .ત્યારે રાજકોટમાં   એક સંસ્થાએ કોરોના વૅક્સિનેશન સેન્ટર પર આવીને કોરોના વિરોધી રસી લેનારા લોકોને મફત ભોજન પુરૂ પાડી રહી છે.

આ અંગે આયોજકને પૂછતા તેમણે જણાવ્યું કે, તેઓ કોરોના વૅક્સિનેશન સેન્ટર પર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પૂરુ પાડી રહ્યા છે. જેથી લોકોને ઘરે જઈને કામ કરવાની ચિંતા ના રહે અને રસીનો ડોઝ લીધા બાદ તેઓ આરામ કરી શકે.

આ ઉપરાંત  રાજકોટમાં  તાજેતરમાં સોની સમાજ તરફથી પણ વૅક્સિનેશન માટે લોકોને પ્રેરિત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૅક્સિન લેનારા લોકોને સોનાની ગિફ્ટ આપવામાં આવી રહી છે. જો કોઈ મહિલા કોરોના વિરોધી રસી લે, તો તેને નાકમાં પહેરવાની ચુની અને પુરુષને વેક્સિન લીધા બાદ હેન્ડ બ્લેન્ડર ગિફ્ટમાં આપવામાં આવી  રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…