Gujrat/ ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરાઇ, લોકોની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય

ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ હાલ બંધ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને લઈને તંત્ર દ્વારા ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T122002.888 ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરાઇ, લોકોની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય

ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ હાલ બંધ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને લઈને તંત્ર દ્વારા ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફેરી સર્વિસ બંધ થતા બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માંગતા ભક્તો નિરાશ થયા છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પવનની સ્પીડ ઓછી થતા જ પેસેન્જર માટે ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. જો કે અચાનક સર્વિસ બંધ કરતા ત્યાં હાજર યાત્રિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાદમાં ફેરી સર્વિસનું સંચાલન કરનાર કંપનીએ ફેરી સર્વિસ બંધ કરાઈ હોવાની સત્તાવાર જાણ કરી.

ઓખા-બેટ વચ્ચે ચાલતી 26 ફેરી બોટના પરવાના સસ્પેન્ડ કરતું તંત્ર - Khabar  Gujarat

ઓખા બેટ દ્વારા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી. દેવભૂમિ દ્વારકાથી બેટ દ્વારકા જવા યાત્રિકો માટે ફેરી બોટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત મેરિટાઈમ બોર્ડ આ ફેરી બોટનું સંચાલન કરે છે. ઓખાથી બેટ દ્વારકા જવા યાત્રિકોએ ફેરી બોટનો જ ઉપયોગ કરવો પડે છે. દરિયામાં 160 જેટલી બોટ ફેરી સર્વિસમાં યાત્રિકોને લઈને અવર-જવર કરે છે. અગાઉ પણ અનેક વખત ખરાબ હવામાન તેમજ દરિયામાં ઉઠતા ચક્રવાત અને દરિયામાં કરંટને લઈને ઓખા – બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. સંભવત આ ઘટનાને ધ્યાનમાં રાખી ભારે પવનોના કારણે ફેરી સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફેરી સર્વિસનું સંચાલન કરતી કંપનીના જણાવ્યા મુજબ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. જેથી દુર્ઘટનાને ટાળી શકાય. વાતાવરણ સામાન્ય બનતા જ ફરી ઓખા બેટ ફેરી સર્વિસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે