કોરોના/ અમદાવાદના 11 અગ્નિ રક્ષક જવાનો આવ્યા કોરોનાંની ઝપટમાં

સોમવારે કોરોનાના જે નવા આંકડા જાહેર થયા હતા તે જોઈને અમદાવાદીઓ ચોંકી ઉઠ્યા હતા. અમદાવાદમાં કોરોનાએ પાછું માથું ઉચક્યું છે. રોજના જે નવા કેસો સામે આવી રહ્યા છે તેનાથી રાજ્યસરકારની ચિંતાઓ ખુબજ વધી રહી છે. અમદાવાદની આન,બાન અને શાન ગણાતી તેમજ મુશ્કેલીઓના વખતમાં સૌથી પહેલા મદદમાં આવતી એવી ફાયરબ્રિગેડની ટીમ પણ હવે કોરોનાની ઝપટમાં આવી […]

Ahmedabad Gujarat

સોમવારે કોરોનાના જે નવા આંકડા જાહેર થયા હતા તે જોઈને અમદાવાદીઓ ચોંકી ઉઠ્યા હતા. અમદાવાદમાં કોરોનાએ પાછું માથું ઉચક્યું છે. રોજના જે નવા કેસો સામે આવી રહ્યા છે તેનાથી રાજ્યસરકારની ચિંતાઓ ખુબજ વધી રહી છે.

અમદાવાદની આન,બાન અને શાન ગણાતી તેમજ મુશ્કેલીઓના વખતમાં સૌથી પહેલા મદદમાં આવતી એવી ફાયરબ્રિગેડની ટીમ પણ હવે કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. સોમવારે અમદાવાદના તમામ ફાયરના જવાનોના કોરોના ટેસ્ટ થયા હતા. તેમની રિપોર્ટ જાહેર થયા બાદ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં 11 જેટલા ફાયરના જવાનોને કોરોનાનું ચેપ લાગ્યું છે.

11 જેટલા ફાયરના જવાનોમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સામેલ છે તો બીજી તરફ ગ્રાઉન્ડ ઝીરો ઉપર હંમેશા ત્યાર રહેતા ફાયર બ્રિગેડના ફાઈટર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તમામ હાલ હોમ કોરેનટાઇનના સ્ટેજ ઉપર છે અને 7 દિવસ સુધી સંપૂર્ણ પણે આરામ કરવાના છે. એક સાથે આટલા બધા ફાયરના જવાનોને કોરોના થતા ફાયર બ્રિગેડની કામગીરી ઉપર મોટી અસર પહોંચી છે.