માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને કંપનીઓને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ અંબાણી પરિવારને બે દાયકા જુના કેસમાં દંડ ફટકાર્યો છે.
વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી
આ દંડ 2000 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા કેસમાં અધિગ્રહણનાં નિયમોનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે. દંડ કરાયેલા અન્ય લોકોમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કેડી અંબાણી અને પરિવારનાં અન્ય સભ્યો શામેલ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ તેના 85 પાનાનાં આદેશમાં જણાવ્યું છે કે આરઆઈએલનાં પ્રમોટર્સ અને પીએસી (જોડાણમાં કામ કરતા લોકો) એ 2000 માં કંપનીમાં 5 ટકાથી વધુનાં અધિગ્રહણ અંગે ખુલાસો કરવામાં અસફળ રહ્યા. 2005 માં, મુકેશ અને અનિલ બિઝનેસથી અલગ થઈ ગયા હતા, આદેશ મુજબ, આરઆઈએલનાં પ્રમોટર્સે 2000 માં કંપનીમાં 6.83 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. 1994 માં જારી કરાયેલા 3 કરોડ વોરંટને બદલીને આ અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
ટ્વીટ: મારું અને સરકારનું એક માત્ર આયોજન સંક્રમણને અટકાવવાનું, દીકરાના લગ્ન અંગેના ન્યુઝ જુઠ્ઠા : મુખ્યમંત્રી રૂપાણી
સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે, પ્રમોટર ગ્રુપ અને અન્ય આરોપીઓએ ટેકઓવર રેગ્યુલેશન 11 (1) નું ઉલ્લંઘન કર્યું છે. સેબીએ આ માટે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી, ટીના અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ, રિલાયન્સ રિયલ્ટી અને ઘણી અન્ય કંપનીઓને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરેકને મળીને આ દંડ ચૂકવવો પડશે. જો ઓર્ડરનાં 45 દિવસની અંદર દંડ આપવામાં નહીં આવે તો સેબી આ લોકો સામે કાર્યવાહી કરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
