વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી

સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેની સામે કેન્દ્ર સરકાર એક જ બાબત જણાવી રહી છે કે વહેલી તકે નજીકના કેન્દ્રો પરથી વેક્સિન લઈ લેવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો.

આ અંગે તેમણે ટ્વિટ કરી અને માહિતી આપી હતી. તેમજ લોકોને કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.તેમણે ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચના રોજ લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery