Not Set/ AMC દ્વારા પાનના ગલ્લા, ચાની કીટલીઓ કરાવાયા બંધ

અમદાવાદ મનપા દ્વારા સિંધુ ભવન, બોડકદેવ સહીતના વિસ્તારમાં બંધ કરાવાયા હતા. પૂર્વ વિસ્તારમાં પણ AMC દ્વારા બંધની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

Ahmedabad Gujarat Trending
  • કોરોનાના સંક્રમણને લઈને કરાવાયા બંધ
  • સિંધુ ભવન, બોડકદેવ સહીતના વિસ્તારમાં બંધ કરાવાયા
  • પૂર્વ વિસ્તારમાં પણ AMC દ્વારા કાર્યવાહી હાથધરી
  • જ્યાં સુધી નવો આદેશના થાય ત્યાં સુધી બંધ રહેશે
  • આવતીકાલે પણ પાનના ગલ્લા રહેશે બંધ
  • નિયમનો ભંગ થશે તો કાયદાકીય કાર્યવાહી થશે

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય બીજું વુહાન બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવી લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની રહી છે.

તમાંયે ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. શહેરોમાં મૃત્યુ આંક સાત વધી રહો છે. અને સમશાન ગૃહો મૃતદેહથી ઉભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદ મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવવામાં આવ્યો છે.

એએમસીની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જગ્યા પર પાનના ગલ્લાઓ બંધ કરાવ્યા છે. પાનના ગલ્લા સાથે ચાની લારી પણ બંધ કરાવી છે. ઉલ્લેખનીય છે કે કાલે રાજ્યના પાન ગલ્લા શોપ ઓવનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને શનિ રવિ સ્વયંભુ બંધ રાખવાની વાત જાહેરાત કરી હતી. આમ છતા આજે પાનના ગલ્લા ચાલુ હતા. જેને લઇ અમદાવાદ મનપા દ્વારા સિંધુ ભવન, બોડકદેવ સહીતના વિસ્તારમાં બંધ કરાવાયા હતા. પૂર્વ વિસ્તારમાં પણ AMC દ્વારા બંધની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

અમદાવાદમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ થતા એમસી દ્વારા હવે કડક પગલા લેવાની શરુઆત કરવામાં આવી છે. જ્યાં સુધી નવો આદેશના થાય ત્યાં સુધી ચાની લારી અને પાનાના ગલ્લા બંધ રાખવામાં આવશે. નિયમનો ભંગ થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.