Cricket/ પાકિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ, ટી-20 માં 100 મેચ જીતનારી બની દુનિયાની પ્રથમ ટીમ

પાકિસ્તાને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ 164 મેચ રમી છે, જેમાં 100 મેચ જીતી છે જ્યારે 59 માં તેને હાર મળી છે.

Sports

શનિવારનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ રહ્યો હતો. જણાવી દઇએ કે, શનિવારે મોહમ્મદ રિઝવાનની શાનદાર અડધી સદીનાં આધારે પાકિસ્તાને સાઉથ આફ્રિકાને જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટથી પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાનાં 188 રનનાં જવાબમાં, પાકિસ્તાને 1 બોલ બાકી રાખીને 6 વિકેટનાં નુકસાન પર 189 રન બનાવીને જીત મેળવી હતી.

IPL / ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

પાકિસ્તાને આ જીત સાથે ઇતિહાસ રચ્યો હતો. તેઓ પુરુષની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 જીત મેળવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે. સુપર ઓવરમાં મળેલી જીતનો અહી સમાવેશ થતો નથી. પાકિસ્તાને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ 164 મેચ રમી છે, જેમાં 100 મેચ જીતી છે જ્યારે 59 માં તેને હાર મળી છે. આ સિવાય 3 ટાઈ છે અને 2 મેચનું પરિણામ અનિર્ણિત છે. ભારત જીતની દ્રષ્ટિએ પાકિસ્તાન પછી બીજા સ્થાને છે, જેણે નામે 142 મેચોમાં 88 જીત મેળવી છે.

Cricket / IPL માં ભાઈ ભાઈ ન રહ્યા, ભાઈ એ ભાઈની કરી એવી હાલત સોશિયલ મીડિયામાં મીમ્સનો થયો વરસાદ

આ પહેલા પાકિસ્તાન ટીમે વર્ષ 2018 માં ઓસ્ટ્રેલિયા સામે રનનો પીછો કરતા 4 વિકેટ ગુમાવીને 187 રનનાં લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને 74 રનની અણનમ ઇનિંગ્સ દરમિયાન 50 બોલનો સામનો કર્યો હતો અને તેની ઇનિંગમાં 9 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. ફહીમ અશરફે છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી 14 બોલમાં 30 રન બનાવીને પાકિસ્તાનની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ