Statue Of Unity/ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરેક પર્યટકોના રેપિડ ટેસ્ટ ફરજિયાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવનાર દરેક પ્રવાસીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાં પડશે

Gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.ગુજરાતના દરેક જિલ્લામાં કેસોના ભરમાર જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ  કોરોના પોઝેટીવ કેસો  ખુબ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસે આવતાં દરેક પર્યટકોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યાં છે.

કોરોના સંક્રમણના લીધે નર્મદા જિલ્લામાં કેસો વધી રહ્યા છે.કેસો વધતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસે આવતાં તમામ પર્યટકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેવો તંત્ર દવારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસે આવનાર 150 પર્યટકોમાંથી 3 લોકો કોરોના પોઝેટીવ આવ્યા હતાં.

નર્મદા જિલ્લામાં પ્રતિદન કેસો આવી રહ્યા છે આજે 30 નવા કેસો નોંધાયા છે જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવનાર 11 લોકોમાંથી ત્રણ લોકોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. નર્મદા જિલ્લાની એક આરોગ્ય ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કાર્યરત રહે છે .આજે રેપિડ ટેસ્ટીંગમાં અમદાવાદના 3 લોકો પોજેટીવ આવ્યા હતા, અમદાવાદથી આવેલા 11 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.