ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. ત્યારે બુધવારે, જિલ્લામાં કપડવંજ 34, નડિયાદ 23, મહેમદાવાદ 20, ઠાસરા 14, કઠલાલ 11, મહુધા 5, વસો 4, ખેડા 4 અને માતર 2 મળી કુલ 117 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4909 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી, 4395 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ, કુલ 493 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં સંક્રમણમાં થઈ રહેલા ઝડપી વધારા પાછળનું મુખ્ય કારણ નિયમ પાલનમાં લોકોની બેદરકારી છે. તંત્રના અનેક પ્રયાસો છતાં જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વિના ટોળામાં લોકો ફરી રહ્યા છે. જેને લઈને ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.
