Not Set/ ચૂંટણી રાજ્ય બંગાળમાં નોધાયાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ, મમતા બેનર્જીએ જાહેર સભાઓને કરી રદ

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 7,00,904 લોકોને ચેપ લાગ્યો છે અને 10,766 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 68,798 દર્દીઓની સારવાર ચાલી રહી છે.  પશ્ચિમ બંગાળમાં, છેલ્લા 24 કલાકમાં 53,154 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.

Top Stories India

ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં આજે કોવિડ -19 ના એક દિવસમાં રેકોર્ડ  બ્રેક 11,948 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે ચેપને કારણે 56 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 10,784 નવા કેસ નોંધાયા હતા અને 58 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 7,00,904 લોકોને ચેપ લાગ્યો છે અને 10,766 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 68,798 દર્દીઓની સારવાર ચાલી રહી છે.  પશ્ચિમ બંગાળમાં, છેલ્લા 24 કલાકમાં 53,154 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા જતા કેસો અને ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા પછી તમામ જાહેર સભાઓ રદ કરી દીધી છે. મુખ્ય પ્રધાન લોકોને ઓનલાઇન સંબોધન કરશે.

ચૂંટણી કમિશનના આદેશ 

કોરોનાના કહેર વચ્ચે, ચૂંટણી પંચે આજે તાત્કાલિક અસરથી રોડ શો અને વાહન રેલીઓ યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે કોઈપણ જાહેર સભામાં 500 થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે  જાહેર કર્યું છે કે, જાહેરસભા દરમિયાન ઘણા રાજકીય પક્ષો અને ઉમેદવારો હજી પણ સુરક્ષા નિયમોનું પાલન નથી કરી રહ્યા.

પીએમ મોદીનો પ્રવાસ રદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી પંચની કડક કાર્યવાહી પહેલાં તેમના સૂચિત પશ્ચિમ બંગાળ પ્રવાસ રદ કરવાની ઘોષણા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોવિડ -19 ની વર્તમાન સ્થિતિ માટે હું આવતીકાલે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરીશ .  આને કારણે, હું પશ્ચિમ બંગાળ નહિ જઈ શકું.

મફત રસીની જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 5 મેથી કોવિડ -19 ની રસી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને મફત કરવાની જાહેરાત કરી છે. તેમજ મમતા બેનર્જીએ આજે ​​ફરી એકવાર પીએમ મોદીને કોરોના રસીકરણ અંગે પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે બજારની તરફેણમાં અને સામાન્ય લોકોના હિતની વિરુદ્ધ કેન્દ્રની નવી કોવિડ -19 રસીકરણ વ્યૂહરચના ગણાવી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે રસી બધા લોકો માટે મફત હોવી જોઈએ.

છઠ્ઠા તબક્કાના મતદાન
પશ્ચિમ બંગાળમાં આજે 43 બેઠકો પર યોજાયેલા છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં  79.૦ ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે આઠ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે.

સાતમા તબક્કા હેઠળના પાંચ જિલ્લાની 36 બેઠકો માટે 26 મી એપ્રિલના રોજ અને આઠમા તબક્કા હેઠળ ચાર જિલ્લાની 35 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન યોજાશે. મતની ગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.

રાજ્યમાં પ્રથમ તબક્કા હેઠળ પાંચ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે, બીજા