ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં બાટલા ખાટલા અને લાકડાની તંગી વર્તાઈ રહી છે ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો માં હાલ માં ઓક્સિજન ની કમી સામે આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગરના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવશે.
PSA બે ઓક્સિજન પ્લાન્ટ માં એક મિનિટમાં 280 લીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. એક દિવસમાં 400 ક્યુબિક મીટર ઓક્સીજન નું ઉત્પાદન થશે. ૬૫થી ૭૦ જમ્બો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓક્સિજનના પણ સો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દર્દીઓને જરૂરી ઓક્સિજનનો પૂરવઠો મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આ પ્લાન્ટ તૈયાર કરવા માટે ની મશીનરી આજે આવી પહોંચી છે આગામી બે કે ત્રણ દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે
