Junagadh News/ જૂનાગઢમાં નરસિંહ સરોવરના બ્યુટીફિકેશનના કામમાં ભાજપે જ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

ભાજપ કોર્પોરેટરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (Viral video) કર્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Top Stories Gujarat Others

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં નરસિંહ સરોવરના બ્યુટીફિકેશન (Beautification)ના કામમાં ભાજપે જ ભ્રષ્ટાચાર (Corruption)ના આક્ષેપ કર્યા છે. જૂનાગઢ પાલિકાનાં બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરા દ્વારા રિનોવેશનને લઈ નબળી ગુણવત્તાને લઈ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

જૂનાગઢમાં કરોડોનાં ખર્ચે નરસિંહ સરોવરના બ્યુટીફિકેશન (Beautification)ના કામમાં ભ્રષ્ટાચાર દેખાતા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેમજ ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પણ તેની રજુઆત કરવાનું કહ્યું છે. ભાજપના કોર્પોરેટર જયેશ બોઘરાએ નરસિંહ સરોવરનું બ્યુટિફિકેશન (Beautification)નું ચેકિંગ કર્યું હતું. તેમણે સ્પર્શ કરતા જ લગાવેલી ટાઇલ્સો હાથમાં આવી જતાં ઉગ્ર થયા હતા. નબળી ગુણવત્તાનું કામ થતા હોવાના આક્ષેપો કર્યા છે. કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું સમારકામ (Beautification) કરાઈ રહ્યું છે. ભાજપ કોર્પોરેટરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (Viral video) કર્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

અગાઉ પણ સરોવરનું કામ અટકી પડેલું હતું. વિકાસનાં કામે શરૂ કરવા જૂનાગઢ કમિશ્નરને આવેદનપત્ર આપી ઝડપથી કામ પૂરૂ કરવા માગ કરાઈ હતી. કોર્પોરેશનનાં અધિકારીઓ કામમાં પૂરતું ધ્યાન આપતાં ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સરકારે ફાળવેલા નાણાં યોગ્ય જગ્યાએ ન પહોંચતા હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. શહેરમાં આકર્ષણનું સ્થળ બનેલા નરસિંહ સરોવરમાં બ્યુટિફિકેશન (Beautification)નાં કામમાં ભાજપ કોર્પોરેટર દ્વારા આક્ષેપો કરાયાનું બહાર આવતા હવે આગળ ધારાસભ્ય શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરપંચના ભ્રષ્ટાચાર મામલે સાંસદ અને ધારાસભ્ય સામસામે

આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર ! લાખોના ખર્ચે વોટર કૂલર ભાડે લેવાયા

આ પણ વાંચો:ભ્રષ્ટાચારને છૂટો દોર આપતું ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025 !