યજ્ઞ ચિકિત્સા દ્વારા કૉરોના દર્દીઓની સારવાર
આયુર્વેદ ચિકિત્સામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના નામાંકિત વૈદ્ય એવા પી વી દમણિયાસાહેબને ત્યાં ઉના મુકામે આરોગ્ય મંદિરમાં તાજેતરમાં માનવ કલ્યાણ અને આરોગ્યના હેતુસર તેમજ આપણી સનાતન ધર્મની પ્રાચીન યજ્ઞ ચિકિત્સાના માધ્યમ દ્વારા કૉરોના દર્દીઓની વિશેષ રૂપે સારવાર થઇ શકે તે માટે ત્રિ દિવસીય યજ્ઞ ચિકિત્સા યોજાય ગઇ.
જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ, અશ્ર્વિનો યજ્ઞ, ધનવંતરી યજ્ઞ જેવા વિશિષ્ટ યજ્ઞોના માધ્યમ દ્વારા 35 જેટલા કોરોના દર્દીઓની હાજરીમાં અનેક પ્રકારની હવન સામગ્રીઓનો ઉપયોગ કરી આહુતિઓ આપવામાં આવી.ત્રણ દિવસ દરમિયાન કોરોના દર્દીઓમાં ઘણા જ સરસ અને સુંદર પરિણામો જોવા મળ્યા. મોટા ભાગના દર્દીઓમાં ઘણો જ સુધારો જોવા મળ્યો અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો જોવા મળ્યો છે.
