દેશમાં કોરોના મહામારી માટે સતત પાંચમાં દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે, ફરી એક વખત વધુ 2.62 લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.આજ સુધી વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી.જ્યારે પાંચ દિવસમાં આઠ લાખ કરતા વધારે લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં 3.62 લાખ નવાકેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાના કેસને લઈને રાહતનું વધુ એક ઇનપુટ પ્રાપ્ત થઈ રહ્યું છે. 24 કલાકમાં 2.45.લાખ લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોના મુક્ત બન્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી રેટ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3.62 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે..નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 29.72 લાખને પાર પહોંચ્યો છે. તેની દિવસે 3285થી લોકોના મોત નિપજ્યા છે.

મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબમહારાષ્ટ્રમાં સર્વાધિક 66,356 નવા કેસ નોંધવામાં આવ્યા છે.અન્ય રાજયોના આંકડા પર નજર કરીએ તો નવા કેસનો આંકડો ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 32,921, દિલ્હીમાં 24,148- કોરોનાગ્રસ્તની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કર્ણાટકમાં 31,830, છત્તીસગઢમાં 14,893, મધ્યપ્રદેશમાં 13,417, કેરળમાં 32,819, ગુજરાતમાં 14,352, તમિળનાડુમાં 15,830, બિહારમાં 12,604 , જ્યારે હરિયાણામાં 11,931 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 16,403 સહિતના 12 રાજ્યોમાં રોજકોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

