ગુજરાત/ જ્યાંથી ઓક્સિજન લઈ રહ્યા છો ત્યાંથી લઈ લો, અમે કઈ કરી શકતા નથી : સુરત જિલ્લા કલેક્ટર

ગુજરાતનાં સુરત જિલ્લામાં કોરોના મહામારીએ અરાજકતા ફેલાવી દીધી છે. કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરેલા છે. ગત રવિવારે રાત્રે અહીંની આયુષ હોસ્પિટલમાં આગને કારણે 45 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

Gujarat Surat

ગુજરાતનાં સુરત જિલ્લામાં કોરોના મહામારીએ અરાજકતા ફેલાવી દીધી છે. કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરેલા છે. ગત રવિવારે રાત્રે અહીંની આયુષ હોસ્પિટલમાં આગને કારણે 45 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત, કોરોનાથી લગભગ બે ડઝન લોકોનાં મોત થઇ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ તંગી છે. જો સપ્લાયમાં વિક્ષેપ આવે તો ક્યાંય પણ ઓક્સિજન મળવાની સંભાવના નથી. આવા સંકટનાં સમયમાં સુરતનાં જિલ્લા કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું કે, તમે જ્યાંથી ઓક્સિજન લઈ રહ્યા છો ત્યાંથી લઈ લો, અમે કઈ કરી શકતા નથી. તેમણે કહ્યું કે બીજો કોઈ રસ્તો નથી.

કોરોના 2.0: રાજકોટમાં આવતીકાલથી 5 મે સુધી મીનીલોકડાઉન, જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો રહેશે બંધ,પો.કમિશનરનું જાહેરનામું

આરોગ્ય વિભાગનાં મુખ્ય સચિવ જયંતી રવિએ પણ કહ્યું કે, સુરતમાં ઓક્સિજનનાં અભાવથી સર્જાયેલી સ્થિતિ ખૂબ જ નાજુક છે. જયંતી રવિએ કહ્યું કે, અમે ઓક્સિજનનાં અભાવને દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છીએ. વળી કલેક્ટર ધવલ પટેલે મંગળવારે કહ્યું હતું કે, શહેરમાં ઓક્સિજનની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણી પાસે લીક્વીડ ઓક્સિજનનો લીમીટેડ રિસોર્સ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે જથ્થો આપવામાં આવે છે. તે અત્યારે બધે જ તકલીફ હોવાથી વહેચણી થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ બે રીતે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા કંપની સીધો હોસ્પિટલમાં સપ્લાય કરે છે. જેમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈનોક્સ કંપનીમાંથી સપ્લાય થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોએ હવે ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓ પર નિર્ભર રહેવું પડશે, કારણ કે ત્યાં બીજો કોઈ રસ્તો નથી. થોડા સમય પહેલાની વાત છે – એક ખાનગી હોસ્પિટલે કહ્યું કે જો ઓક્સિજન પૂર્ણ થઈ જાય, તો તેઓ દર્દીઓને સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલમાં મોકલશે. વળી, એક હોસ્પિટલે આશુતોષ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડ્યુ છે.

ચીમકી: ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન

સુરતની મોટાભાગની ખાનગી હોસ્પિટલોનાં માલિકોનું કહેવું છે કે, તેઓ 8 થી 12 કલાક સુધી ઓક્સિજન મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલો દરેક સમય ઓક્સિજન કંપનીઓ સાથે સંપર્કમાં રહે છે. જો સમયસર ઓક્સિજન પૂરા પાડવામાં નહીં આવે તો સમસ્યા વધશે. બીજી તરફ, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઓક્સિજનની સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.