Not Set/ ઉત્તરાયણમાં સુરતનું આકાશ CAA ના પતંગથી છવાશે

ઉત્તરાયણના તહેવારમાં પણ હવે રાજકીય રંગ ચઢતો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાની વાતને સમર્થન માટે પતંગનો સહારો લઇ રહ્યા છે. ગતરોજ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા અમદાવાદ ખાતે મોંઘવારી મુદ્દે મોંઘવારીના સુત્રો લખેલા પતંગ ઉડાડવામાં આવ્યા હતા. અને અમદાવાદના જુદા જુદા વોર્ડ ખાતે આવા પતંગ નું વિતરણ પણ કરવામાં આવ્યું […]

Gujarat Surat

ઉત્તરાયણના તહેવારમાં પણ હવે રાજકીય રંગ ચઢતો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાની વાતને સમર્થન માટે પતંગનો સહારો લઇ રહ્યા છે. ગતરોજ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા અમદાવાદ ખાતે મોંઘવારી મુદ્દે મોંઘવારીના સુત્રો લખેલા પતંગ ઉડાડવામાં આવ્યા હતા. અને અમદાવાદના જુદા જુદા વોર્ડ ખાતે આવા પતંગ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

તો હવે ભાજપ પણ નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં લખેલા સુત્રો સાથેના પતંગ ઉડાવશે.

વર્ષ 2020માં ઉતરાયણના વરસાદી વિઘ્ન વચ્ચે રાજકીય રંગ પતંગોમાં ખીલી રહ્યા છે.  ભાજપ દ્વારા CAA કાયદાની જન જાગૃતિ માટે ઉત્તરાયણ પર્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત  ભાજપ દ્વારા એક સાથે હજારો ‘I support CAA’ના પતંગ બનાવડાવ્યા છે. PM મોદી અને અમિત શાહને શુભેચ્છા આપતા પતંગનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે.  
ઉત્તરાયણનો રાજકીય રંગ, કોંગ્રેસ ઉડાવશે મોંઘવારીનો પતંગ, તો ભાજપ વહેચશે CAAના સમર્થવાળા પતંગ

સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા આ પતંગો  બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વમાં ભાજપ કાર્યકરો આવ જ વિવિધ સ્લોગન લખેલી પતંગ ઉડાવશે અને ઉત્તરાયણમાં સુરતનું આકાશ CAA ના પતંગથી છવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.