દેશમાં કોરોનાવાયરસનો કેર આજે પણ યથાવત છે. આજે પણ કોરોનાનાં નવા કેસ સાડા ત્રણ લાખથી વધારે નોંધાયા છે. વળી મોતનો આંકડો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઉપર નોંધાયો છે. ત્યારે આ સ્થિતિમાં વેક્સિનેશન પર દેશનાં મોટાભાગનાં રાજ્યો ભાર આપી રહ્યા છે. પણ સવાલ ઉભો થાય છે કે, શું દેશનાં દરેક રાજ્યોનાં લોકોને વેક્સિન આપી શકાય તેટલી માત્રામાં તે ઉપલબ્ધ છે ખરા? દિલ્હીનાં CM નાં નિવેદન બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
We've not received the vaccines yet, we are in constant touch with the company. We are hopeful that vaccines will reach by tomorrow or the day after. They have assured us. 3 lakh doses of Covishield is coming to us first, tomorrow or the day after: Delhi CM on phase 3 vaccination pic.twitter.com/UKawki9ntE
— ANI (@ANI) April 30, 2021
બ્રેકિંગ ન્યૂઝ / જાણીતા પત્રકાર રોહિત સરદાના કોરોના સામે જંગ હાર્યા
આપને જણાવી દઇએ કે, કોરોનાને રોકવા માટે રસીકરણનાં આગામી તબક્કાની શરૂઆત 1 મે થી થવાની છે. આમાં 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવામાં આવશે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણા લોકોએ દિલ્હીમાં રસી માટે નોંધણી કરાવી છે, પરંતુ હજી સુધી આ રસી અમારા સુધી પહોંચી નથી. આશા છે કે, રસી આવતી કાલે અથવા બીજા દિવસે આવશે. કોવિશિલ્ડ રસી પ્રથમ આવી રહી છે. તેમણે લોકોને અપીલ કરી કે, 1 મે થી રસી માટે લાઇનમાં ન ઉભા રહે. દિલ્હીને રસી પુરવઠો મળશે ત્યારે લોકોને તેના વિશે માહિતી આપવામાં આવશે. દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 67-67 લાખ રસીનો ઓર્ડર આપ્યો છે. આ રસી ત્રણ મહિનામાં આપવાનું કહેવામાં આવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, અમે આ કંપનીઓ પાસેથી શિડ્યુલ માંગ્યું છે કે તેઓ ક્યારે સપ્લાય કરી શકે છે. અમારો પ્રયાસ આગામી 3 મહિનામાં સમગ્ર દિલ્હીનાં લોકોને રસી આપવાનો છે. તેમણે કહ્યું કે, જેની નોંધણી હશે એપોઇન્ટમેન્ટ હશે તે લોકો આવે. દરેકને રસી મળશે પરંતુ દરેકનાં સહકારની જરૂર છે. અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અને અમે અમારું સંપૂર્ણ આયોજન કર્યું છે, માળખાકીય સુવિધા પણ તૈયાર કરી છે, પરંતુ બંને કંપનીઓ અમને રસી ક્યાં સુધી આપશે તેના પર નિર્ભર રહેશે.
We've requested both companies to make available to us 67 lakh doses each in next 3 months. Delhi govt is ready to make payments for it. People of Delhi will be given free vaccines. We're making all efforts to see that people of Delhi are vaccinated in the next 3 months: Delhi CM pic.twitter.com/jvM1ZwZfPQ
— ANI (@ANI) April 30, 2021
ભૂલનું પુનરાવર્તન નહી! / ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં અત્યારથી સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની શરૂ કરી તૈયારીઓ
કેજરીવાલે કહ્યું કે, જો રસી પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવે તો આગામી 3 મહિનામાં દરેકને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દરેકને રસી લેવી જોઈએ, રસી સંપૂર્ણ સલામત છે. નોંધપાત્ર વાત એ છે કે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 24,235 નવા કેસ નોંધાયા છે, દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 11,22,286 થઈ ગઈ છે. શહેરમાં સંક્રમણનો દર 32.82 નોંધાયો છે. આરોગ્ય વિભાગનાં બુલેટિનનાં જણાવ્યા અનુસાર, કોવિડ-19 નાં 395 દર્દીઓ ગુરુવારે દિલ્હીમાં મૃત્યુ પામ્યા હતા, જે ગયા વર્ષે રોગચાળો શરૂ થયા પછીનો સૌથી વધુ આંક છે. આ જીવલેણ વાયરસનાં કારણે શહેરમાં અત્યાર સુધીમાં 15,772 લોકોએ જીવ ગુમાવ્યો છે.

