ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટનો પ્રારંભ Australia-India Relations થવાની સાથે બંને દેશ વચ્ચેની રાજકીય ઇનિંગ્સને નવા સ્તરે લઈ જવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીની હાજરીમાં ચોથી ટેસ્ટનો મેચ ઉછાળાયો હતો. ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. બંને દેશના પીએમ બંને દેશના ખેલાડીઓને મળ્યા હતા અને તેમની Australia-India Relations સાથે હસ્તધૂનન કર્યુ હતું.
પીએમ મોદી આ દરમિયાન મેચમાં કોમેન્ટરી પણ કરવાના છે. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં Australia-India Relations મોહમ્મદ સિરાજના બદલે મોહમ્મદ શમીનો સમાવેશ કર્યો છે. મોહમ્મદ શમીએ પ્રથમ બંને ટેસ્ટમાં સ્પિનિંગ ટ્રેક પર અસરકારક બોલિંગ કરી હતી. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. તેમા 1.32 લાખ પ્રેક્ષકો બેસી શકે છે. આ મેચ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રેક્ષકોનો વર્લ્ડ રેકોર્ડ પણ બની શકે છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ પ્રેક્ષકો એકસાથે બેસી શકે છે. 2014માં એશીઝ સિરીઝમાં Australia-India Relations એક જ દિવસમાં 91,112 પ્રેક્ષકો હતા.

ઓસ્ટ્રેલિયા ભારત સાથે દ્વિપક્ષી વેપારમાં વૃદ્ધિ કરવા આતુર છે. તે ઇચ્છે છે કે Australia-India Relations અદાણી જેવા વધુને વધુ ભારતીય ઉદ્યોગપતિઓ તેને ત્યાં રોકાણ કરે. આ ઉપરાંત ભારત માટે ફાયદાકારક વસ્તુ એ છે કે ઓસ્ટ્રેલિયા ભારત માટે કાચામાલના પુરવઠાનો મહત્વનો સ્ત્રોત બની શકે છે અને કાચામાલના પુરવઠામાં ભારતની ચીન પરના આયાતના અવલંબનમાં ઘટાડો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેની સાથે ઓસ્ટ્રેલિયા ભારત સાથે સ્પેસ સેક્ટરમાં પણ નોંધપાત્ર સહયોગ સાધવા આતુર છે. તે જાણે છે કે ભારતની સ્પેસ ટેકનોલોજી વિશ્વમાં સૌથી સસ્તી છે. અમેરિકા અને યુરોપ સાથે સ્પેસ સહયોગ તેને મોંઘો પડી શકે છે. ચીન સાથે સહયોગ શક્ય નથી. હવે ભારત જ છે જે તેને નીચામાં નીચા ભાવે સ્પેસ ટેકનોલોજીમાં મદદ કરી શકે છે.
તેના બદલામાં ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં Australia-India Relations ભણવા અને તેમને ત્યાં સ્ટુડન્ટ ક્વોટામાં વધારો કરવાનું પ્રલોભન પણ આપી શકે છે. આ ઉપરાંત તેના ટેકનોલોજી સેક્ટરના વિકાસ માટે ભારતના આઇટી સ્પેશ્યાલિસ્ટો માટેના ક્વોટામાં પણ સારો એવો વધારો કરી શકે છે. આ તો હજી ફક્ત પાશેરામાં પહેલી પૂણી છે. આવા ઘણા ક્ષેત્રો છે જ્યાં બંને વચ્ચેના સંબંધોનો વ્યાપ વિસ્તારવાનો નોંધપાત્ર અવકાશ છે. તેથી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનીની પીએમ મોદી સાથે મુલાકાત દક્ષિણપૂર્વ એશિયામાં એક નવા જ પ્રકારના સહયોગ, આર્થિક સંબંધો અને રાજકીય સંબંધોનો નવો અધ્યાય આલેખી શકે છે.
આ પણ વાંચોઃ PM Modi In Cricket Match/ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ચોથી અને અંતિમ ટેસ્ટઃ બંને દેશ વચ્ચેના રાજકીય સંબંધોની પણ નવી ઇનિંગ્સ
આ પણ વાંચોઃ નવી દિલ્હી/ AAPનો દાવો- સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે રાખવામાં આવ્યા છે, જેલમાં થઈ શકે છે હત્યા
આ પણ વાંચોઃ Satish Kaushik Death/ બોલિવૂડ કલાકાર સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
