નિઃશુલ્ક સેવા/ કોરોનાથી મૃત્યુ થયેલી વ્યક્તિની અસ્થિનું નિઃશુલ્ક વિસર્જન

કોરોના મહામારીમાં મરણ પામેલા લોકોની અસ્થિનું નિઃશુલ્ક  વિસર્જન કરે છે

Gujarat

કોરોનાના કપરા સમયમાં સરકારની સાથે સાથે અનેક સંસ્થાઓ, ઉદ્યોગપતિ અને વ્યક્તિ પીડિત લોકોની વ્હારે આવે છે. ઓક્સિજનની વાત હોય કે પછી ભોજન વ્યવસ્થાની વાત હોય જે પણ લોકો મદદ કરી શકે છે, તે કરતા જ રહે છે. હકીકતમાં તો આવી સ્થિતીમાં જ માનવતાની સાચી ઓળખ થાય છે. આજે અહીં એવી જ એક સેવાની વાત કરવાની છે. જે કોરોના મહામારીમાં મરણ પામેલા લોકોની અસ્થિનું નિઃશુલ્ક  વિસર્જન કરે છે.

અમદાવાદ મણિનગર વિસ્તાર જવાહરચોક ચાર રસ્તા, સ્વપ્ન કોમ્પલેક્સમાં આવેલા  શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, રામ રોટી સત્સંગ મંડળ દ્વારા કોરોના ની મહામારી ની બીમારી માં કોઈ પણ વ્યક્તિ એ પોતાના સ્વજન ને ગુમાવ્યા હોય અને તેમની અસ્થિ વિસર્જન કરવા ના જઈ શકતા હોય એવા વ્યક્તિઓ શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ માં અસ્થિ પોંહચાડે છે. જેનું વિધિસર પૂજન, ચાણોદ ના ભગવતી પ્રસાદ મહારાજના હસ્તે કરી અસ્થિ નું વિસર્જન કરવામાં આવશે. આ કાર્ય  નિઃશુલ્ક અને સેવાભાવથી કરવામાં આવે છે. અસ્થિ 4 સવારે 10થી12 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પહોંચાડવામાં આવે છે.

કોરોનાની સુનામીમાં એવા ઘણા લોકો છે, જે પોતાના સંક્રમીત સ્વજનનો અગ્નિસંસ્કાર જ માંડ કરી શકે છે. ઘણી વખત એવુ પણ બને છે કે એક જ પરિવારના ત્રણ કે ચાર વ્યક્તિ કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા હોય. ત્યારે પરિસ્થિતી ગંભીર બની જાય છે. આવા સમયે અસ્થિ વિસર્જન માટે આ સેવા ઉપયોગી નિવડે છે.